અહીંયાં તો કહે છે કે ઈ છ-પદના ભેદ છે. (શ્રોતાઃ) ઈ ભેદ તો રાગ છે, એને વિચારવાથી તો રાગ
(વિકલ્પ) ઉત્પન્ન થાય... (ઉત્તરઃ) આહા...! (ભેદને જોવાની) એ આંખ્યું ને બંધ કરી દઈને...
આહા... હા! ‘એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે.” (અવલોકન કર.) બહેનું-દીકરિયું ને ઝીણું પડે
ધ્યાન રાખીને સાંભળવું. બાપુ! આ તો અમૃતના ઘર છે બાપુ, માંડ માંડ આવ્યું છે! બે’ ન-દીકરી,
માતાઓને ઝીણું પડે થોડું, ધી... રે થી સાંભળવું - વિચાર કરવો. આહા...! અરે, આવા સમય ક્યારે
આવે ભાઈ! આહા... હા!
જ્ઞાન, પાછું છે તો ઈ પર્યાય, ‘પણ પર્યાય પર્યાયને ન જોતાં, પર્યાય દ્રવ્યને જોતાં’ - એમ કહેવું છે.
આહોહો! આહા... હા... હા! ગજબ વાત છે ભાઈ! મીઠાલાલજી! સમજાય છે ને? વસ્તુ છે ઈ
ભગવાન આત્મા, એમાં સામાન્ય અને વિશેષ બે પડખાં ખરાં. છતાં વિશેષ પડખાંને જોવાની આંખ્યું
તો સર્વથા બંધ કરી દે. પરને જોવાની વાતું તો નહીં પણ તારી પર્યાયને જોવાનું સર્વથા બંધ કરી દે.
આહા... હા! અને એકલા ઉઘડેલા દ્રવ્યાર્થિક (એટલે) એકલા દ્રવ્યને જાણવાનું જે જ્ઞાન ઉઘડેલું જે છે.
આહા... હા... હા! ગજબ ભર્યું છે ને...!
(નહીં), પણ દ્રવ્યનું જેને પ્રયોજન છે એવું જ્ઞાન ઉઘડયું છે. આહા... હા! હેં? આવી વાતું છે.
દેવીલાલજી! આહા... હા! સંતોએ તો અમૃત રેડયાં છે! શબ્દે-શબ્દમાં કેટલી ગંભીરતા ને કેટલી ઊંડપ
છે? આહા... હા! ભલે (સમજણમાં) થોડો વખત લાગે. સત્યને સમજવા માટે પણ બરાબર થોડું
(પણ) સત્ય સમજવું જોઈએ. આહા... હા!
બંધ કરી દઈને, આહા... હા... હા! બીજાને જોવાનું ને ભગવાનને જોવાનું તે (તો) બંધ કરીજ દઈને,
પણ તારી પર્યાય છે તેને જોવાની આંખ્યું બંધ કરી દઈને આહા... હા! વિમલચંદજી! વિમલચંદ
(આત્મા) ની વાત હાલે છે અહીંયાં. આહા... હા... હા! પ્રભુ! તારી વાત તો જો (અનિર્વચનીય)
આચાર્યો-સંત કહી શક્યા નથી. ગંભીર વાત! છોડીને બેઠા (છે મૌન જંગલમાં.) આહા... હા!
પર્યાયને (જોવાનું) સર્વથા બંધ કરી દઈને પ્રભુ શું કહેવું છે તારે આ! આત્માને જોવા માટે એની
પર્યાયને જોવાની આંખ્યું સર્વથા બંધ કરી દઈ અને જયારે હવે દ્રવ્યાર્થિકને (દ્રવ્યને) જોવું છે ને...! તો
ઈ તો (જોવાનું) પર્યાયમાં આવે કે નહીં? (જોવાનું કાર્ય તો પર્યાયનું છે.) તેથી કહે છે