પુરુષો વડે આહા... હા! ચિંતા વિનાના પુરુષો વડે આહા...! નિભુત પુરુષો વડે કરીને આ વસ્તુ
વિચારાય છે (અર્થાત્ સ્વરૂપમાં એકાગ્ર થનારા પુરુષો વડે, ચિંતા વિનાના પુરુષો વડે આ વસ્તુ
વિચારાય છે.) આહા... હા!
દ્રવ્યને જોઈ શકે તે રીતે જ્ઞાનને ખુલ્લો પ્રગટ કરીને -પર્યાયને જોવાનું નહીં’, પણ દ્રવ્યને જોવાની
પર્યાયનો-ઉઘાડ કરીને (એકાગ્ર થવા કહે છે) “એકલા ઉઘાડેલા” ઉઘાડેલા પાછા કીધું છે હોં! પ્રગટ
કરીને... આહા... હા! આ વસ્તુ છે વસ્તુ! એની કહે છે પર્યાયને જોવાની આંખ્યું બંધ કરી, અને
દ્રવ્યાર્થિક -(એકલા) ઉઘાડેલા ચક્ષુ વડે (જો.) નયનું જ્ઞાન ઉઘડેલું છે. દ્રવ્યાર્થિક નય જે જોવે છે ત્યાં
(તે જ્ઞાન) ઉઘડેલું છે. પર્યાયને જયારે (જોવાનું) બંધ કરી દીધું છે ત્યારે એને સ્વને જોવાનું જ્ઞાન
ઉઘડયું છે. આહા... હા... હા! હા...!
પર્યાય છે ને...! આહા... હા!
પર્યાય જ છે. આહા... હા! પર્યાયને જોવાની (પર્યાયનય) બંધ કરી દઈને, દ્રવ્યને જોવાની ઉઘાડેલી
જ્ઞાનની પર્યાયથી આહા... હા! શું ભર્યું છે!! હવે આમ ને આમ વાંચી જાય. પ્રવચનસાર વાંચી ગયો,
એક જણો કે’ તો’ તો સમયસાર, મહારાજ બહુ વખાણ કરે છે ને... (હું તો) પંદર દિ’ માં વાંચી
ગયો છું કહે. બાપા! પંદર દિ’ શું? ભાઈ! એ ગહન વાત નો પાર આવે એવું નથી પ્રભુ! (દ્રષ્ટિ
મળ્યા વિના જન્મારો ય વાંચે તો.) આહા... હા!
હા! આ એનું લખાણ છે વજુભાઈનું મોરબીવાળા વાંચે છે ને... (વ્યાખ્યાન). એનું લખાણ