ફકત તારામાં બે પ્રકાર છે. સામાન્યપણું (એટલે) કાયમ રહેવાપણું અને બદલવાપણું - વિશેષપણું
(છે.) ઈ બદલવાપણાની આંખ્યુંને બંધ કરી જઈ (ઉપરાંત) પરને જોવાની આંખ્યુંને બંધ કરી દઈ તો
નહીં જ તે (ઈ તો વસ્તુમાં છે જ નહીં.) આહા... હા... હા! ગજબ વાત છે!! પરને જોવાનું તો બંધ
જ કરી દે. આહા... હા.. હા! થોડે શબ્દે ઘણું છે હો પ્રભુ! આહા... હા!
પરદ્રવ્યને જોવાનું બંધ કરી દઈ. આહા... હા... હા... હા! પ્રભુ! તારામાં જ જ્યાં છે બે (પડખાં)
સામાન્ય ને વિશેષ. ઈ બે છે એમાં ઈ વિશેષને જોવાની આંખ્યું સર્વથા બંધ કરી દઈને - કથંચિત્
બંધ કરીને ને (કથંચિત્) ઉઘાડીને અથવા ગૌણ કરીને ઈ (પણ) અહીંયાં તો નથી (કીધું) આહા...
હા! (શ્રોતાઃ) આપ તો હમણાં જ સમ્યગ્દર્શન થવાની વાત કરો છો...! (ઉત્તરઃ) હેં? વસ્તુ ઈ છે.
ત્રણલોકના નાથની દિવ્યધ્વનિ છે. આહા...! જગતના ભાગ્ય છે, (આ) વાણી રહી ગઈ છે!
કુંદકુંદાચાર્ય તો નિમિત્ત છે! આહા... હા! એને સાંભળવાનો ને વિચારવાનો અવસર લેવો નહીં. પ્રભુ!
તારે ક્યાં જાવું છે? ક્યાં રહેવું છે?
તો તારામાં નથી (તેથી) તેની તો વાત જ અમે નથી કરતા. આહા...! સમજાણું કાંઈ...?
(જયારે) પર્યાયને જોવાની (આંખ્યું) બંધ કરી દીધી એટલે સ્વને જોવાનું ઉઘડયું જ્ઞાન. આહા... હા...
હા! સમજાણું કાંઈ...? આહા...! શું ટીકા! આવી વાત ક્યાં છે? ભરતક્ષેત્રમાં! આહા.. હા! દિગંબર
સંતોએ તો અમૃતના સાગર રેલ્યાં છે! થોડા શબ્દમાં ઘણું છે!! શું કહીએ એની ગંભીરતા!!
આહા...!
વડે.” “જયારે અવલોકવામાં આવે છે.” જુઓ, એમાં પરની વાત નથી લીધી. કે પર્યાયનયને બંધ
કરીને પરને જોવું. આહા... હા... હા! પર્યાયાર્થિક નયને બંધ કરી દઈને. ઓહોહોહો! અમૃત રેડયાં છે
પ્રભુએ! અરે... રે! જગતને (પોતાની ખબર નથી!) કહે છે કે તારામાં બે પ્રકાર - સામાન્ય અને
વિશેષ. જીવમાં ઊતારે છે હોં? સામાન્ય વાત તો બધાની (બધા દ્રવ્યોની) કરે છે. પણ ઉતારે છે
જીવમાં. જીવમાં ઉતારીને કહે છે કે સર્વ દ્રવ્યોમાં એમ સમજી લેવું. આહા... હા! જયસેનાચાર્યની