(ધ્રુવની) છે છતાં એક સમય છે. અને તેને પૂર્વની પર્યાયની અપેક્ષાએ અન્ય પણ કહીએ. અને
આત્માની અપેક્ષાએ (આત્મા) અંદર વર્તે માટે અનન્ય પણ કહીએ. પરને અને આત્માને કે પરમાણુ
ને કે આત્મા, આત્માને કે બીજા પરમાણુને (કાંઈ સંબંધ નથી.) આહા... હા! આ વાત બેસવી
(આકરી બહુ) લોકોને ઈ વિચારેય ક્યાં? વખત ન મળે ને ક્યાં (વિચાર) કરે? એ દુનિયાની
જંજાળમાં? આહા... હા! (નકામો) વખત ગાળી જિંદગી ચાલી જાય છે. અને પછી અવતાર! ઘણાંના
અવતાર પશુ થવાના, તિર્યંચમાં જવાના. આહા... હા! કારણ કે ધરમ નથી, તેમ આ શું વસ્તું છે?
તેને સમજવાનો વિકલ્પ પણ વિશેષે નથી, કે દિવસમાં બબ્બે-ચચ્ચાર કલાક એ શું ચીજ છે આ? તો
તો પુણ્યે ય બાંધે. આહા... હા!
અનુક્રમે જોવામાં સામાન્ય અને વિશેષ.
આંખ્યું ને સર્વથા બંધ કરીને, પર્યાય છે ખરી. છે પણ તેને જોવા તરફની આંખ્યું ને - દ્રષ્ટિને બંધ
કરી. આહા... હા! હા! ગજબ વાત છે!! પહેલી તો કીધીઃ કે સામાન્ય-વિશેષ વસ્તુ છે. પણ
વિશેષને જોવાની આંખ્યુંને બંધ કરી આહા... હા! છે? (પાઠમાં) તે પાછી કથંચિત્ બંધ કરીને એમ
નહીં. “પર્યાયાર્થિક ચક્ષુેને સર્વથા બંધ કરીને” જાણવું છે ને...! આહા... હા! “એકલા ઉઘાડેલા
દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” એકલી ઉઘાડેલી જ્ઞાનની પર્યાય (વડે) આહા... હા! “દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” દ્રવ્ય
જેનું પ્રયોજન છે. દ્રવ્ય
દે. આહા... હા! તો તને સામાન્ય, અવસ્થામાં જણાશે. અવસ્થાને જોવાની આંખ્યું બંધ કરી દે અને
સામાન્યને જો. તો પાછી જોનારી પર્યાય તો રહેશે. આહા... હા! પણ પર્યાયનો જોવાનો (વિષય)
વિશેષ નહીં, સામાન્ય રહેશે. વિશેષને-પર્યાયને જોવાની આંખ્યું સર્વથા બંધ કરી દે. આવી વાત!
આહા... હા! બીજાને જોવાનું બંધ કરી દે એ વાત તો એકકોર (પડી રહી) હેં? આહા... હા!