Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 507 of 540
PDF/HTML Page 516 of 549

 

background image
ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૦૭
માટે (દરેક વસ્તુ પોતાની) પર્યાયથી પણ જુદી નથી. (પર્યાયપણે અન્ય પણ (વસ્તુપણે) અનન્યત્વ
છે. સામાન્ય દ્રવ્યથી તે તે પર્યાયનો કાળ - સ્વકાળ, ‘ક્રમાનુપાતી’ કાલ આવી ગયું છે. (ગાથા-
૧૧૩માં) તે સમયે, તે પર્યાય ક્રમે-સ્વકાળે ક્રમાનુસાર આવવાની તે આવી, તેથી તેને પહેલી પર્યાયની
અપેક્ષાએ અન્ય કહીએ. પણ વસ્તુની અપેક્ષાએ અનન્ય છે. આહા... હા... હા! એ પર્યાય કોઈ બીજા
(દ્રવ્ય) થી થઈ છે (એમ નથી.) આહા...! આ વાત બેસવી (આકરી છે.) ભાષા! ભાષા તો ભલે
સહેલી છે. આહા...! પણ એનો ‘ભાવ’ કઠણ છે!! ‘કળશટીકા’ માં (કળશ-૬૦માં) કહ્યું છે
[પ્રશ્નઃ
સામ્પ્રત (હાલમાં) જીવદ્રવ્ય રાગાદિ અશુદ્ધ ચેતનારૂપે પરિણમ્યું છે ત્યાં તો એમ પ્રતિભાસે છે કે
જ્ઞાન ક્રોધરૂપે પરિણમ્યું છે. તેથી જ્ઞાન ભિન્ન, ક્રોધ ભિન્ન – એવું અનુભવવું ઘણું જ કઠણ છે. ઉત્તરઃ
આમ છે કે સાચે જ કઠણ છે, પરંતુ વસ્તુનું શુદ્ધ સ્વરૂપ વિચારતાં ભિન્નપણારૂપ સ્વાદ આવે છે.
]
કળશટીકામાં કહે છે ભઈ કઠણ છે, ભાઈ! ખરેખર કઠણ તો છે. પણ સ્વરૂપનું વેદન કરતાં, વેદન
પરથી જુદું જણાય છે. કઠણ તો છે. પણ, ભગવાન આત્મા, સામાન્યપણે દ્રવ્ય જે છે તેને જોતાં -
જોનારી પર્યાય ભલે એની - પણ એ જુએ છે સામાન્યને, અને તે પર્યાય એમ માને છે (જાણે છે) કે
હું તો અખંડ એકસ્વરૂપે બિરાજમાન છું. પર્યાય એમ જાણે છે. આહા... હા! કેમ કે પર્યાયનો વિષય જે
છે - એકલો પર્યાયનો વિષય પર્યાય ન રહેતાં, પર્યાયનો વિષય ત્રિકાળી દ્રવ્ય (થાય) છે. આહા...
હા... હા! ત્રિકાળી દ્રવ્ય વસ્તુ જે છે મહાપ્રભુ! (એ પર્યાયનો વિષય થાય છે.) અહીંયાં દાખલો
જીવનો આપશે. વાત સર્વદ્રવ્યની કહેવી છે. દ્રષ્ટાંત જીવનું આપશે. લોકોને ખ્યાલમાં આવી શકે માટે
(જીવનું દ્રષ્ટાંત આપશે.)
(અહીંયાં કહે છે કેઃ) “ખરેખર સર્વ વસ્તુ સામાન્ય–વિશેષાત્મક હોવાથી.” એટલે એનો અર્થ
(એ) કે કોઈ ચીજ કોઈથી બનેલી છે, કોઈ ઈશ્વર કર્તા છે, કે એક દ્રવ્ય (ની) પર્યાય કરી શકે છે
એવું કાંઈ નથી. આહા...હા...હા! ‘સર્વ દ્રવ્યો’ એટલે
“સર્વ વસ્તુ સામાન્ય–વિશેષાત્મક હોવાથી”
કાયમ રહેવાની અપેક્ષાએ સામાન્ય, અને પલટવાની અપેક્ષાએ વિશેષ - નહીં પલટવાની અપેક્ષાએ
સામાન્ય, (ને પલટવાની અપેક્ષાએ વિશેષ.) આહા...હા! દરેક વસ્તુ નહીં પલટવાની અપેક્ષાએ
સામાન્ય, પલટવાની અપેક્ષાએ વિશેષ. બે (પડખાં) થઈને એનું સ્વરૂપ (જ) એ બે (પડખાંમાં) છે.
પરની હારે એને કાંઈ સંબંધ નથી. આહા...હા!
(પ્રશ્નઃ) વહાલા દીકરા હોય, વહાલી સ્ત્રી હોય એની
હારે કાંઈ સંબંધ નહીં? આહા...હા! (શ્રોતાઃ) દીકરો તો પરમાં છે. આત્માને દીકરો કેવો? (ઉત્તરઃ)
પણ સુમનભાઈ જેવો છોકરો હોય લો (તમારે.) આઠ આઠ હજારનો પગાર. (શ્રોતાઃ) આપ તો ના
પાડો છો.
(ઉત્તરઃ) કોના દીકરા બાપા? કોનો બાપા કોનો દીકરો? આહા...! એનું વિશેષ પણ એક
સમય ટકે. આહા...હા...હા! તે તે દ્રવ્યનું વિશેષ પણ એકસમય ટકે. તો બીજી ચીજ એની છે ક્યાં
આવી પ્રભુ! આહા...હા...હા...હા! સમજાય છે કાંઈ?
(કહે છે) દરેક વસ્તુ, કાયમ રહેવાની અપેક્ષાએ તો ભલે ધ્રુવ છે પણ ક્ષણિક અવસ્થાની