પરની હારે કાંઈ સંબંધ નહીં. પર અન્ય છે એ જુદી ચીજ. અને દ્રવ્યની પર્યાય અન્ય-અન્ય થાય છે
એ જુદી ચીજ. આહા... હા! દરેક દ્રવ્યની પર્યાય અન્ય-અન્ય થાય છે. છતાં તે અનન્ય છે. અન્ય છે
તે અનન્ય છે. બીજા પદાર્થો અન્ય છે એ અનન્ય નથી એ તદ્ન ભિન્ન છે. આહા... હા! સમજાય છે?
અન્વયી ગુણો વસેલા (તે કેટલા છે?) અનંત-અનંત અત્યંત અનંત! આહા... હા! ચાહે તો આત્મા
હો કે આકાશ હો કે ચાહે પરમાણુ હો (તેમાં) અનંત-અનંત અત્યંત અનંત ગુણથી ભરેલી (વસ્તુ)
છે માટે તેને વસ્તુ કીધી. વસ્તુમાં વસેલી શક્તિઓ છે. એ પોતાની છે. એ શક્તિઓ બીજાની
શક્તિઓમાં વસે અને બીજાની શક્તિ અહીંયાં આવે એમ નથી. આહા... હા! (જીવને) નજીકમાં
નજીકનું શરીર, નજીકમાં નજીકનો દીકરો, સ્ત્રી કે કુટુંબ - છતાં ઈ ચીજ તદ્દન જુદી (છે.) એનું
વિશેષપણું (દરેક) દ્રવ્યનું અન્ય-અન્ય હોવા છતાં, તે દ્રવ્યથી અનન્ય છે, તે (કાંઈ) જુદી નથી તે
પર્યાયો. જેમ જુદું દ્રવ્ય તદ્દન અન્ય છે એમ આ પર્યાય અનેરી-અનેરી થાય, માટે (તદ્દન) અન્ય જ
છે એમ નહીં. (પર્યાય અપેક્ષાએ) અન્ય (અન્ય) પણ કહેવાય છે. (કેમકે) પહેલી નહોતી ને થઈ
એ અપેક્ષાએ. (પરંતુ) દ્રવ્ય એમાં વર્તે છે માટે અનન્ય પણ છે. આહા... હા! આવું છે
(વસ્તુસ્વરૂપ!) કો’ ચીમનભાઈ! ઝીણું છે ભાઈ!
દ્રવ્યનું સ્વતઃ સામાન્ય-વિશેષસ્વરૂપ છે. આહા... હા! એ વિશેષપણું-જેમ સામાન્યપણું એકરૂપ સ્વનું છે
એમ વિશેષપણું પરના સંયોગે થાય છે કે પરથી થાય છે? એમ નથી. એ વિશેષ અવસ્થા દરેક દ્રવ્યની
તે તે સમયે, પહેલાં નહોતી ને થઈ, માટે તે અનેરા દ્રવ્યના સંબંધે થઈ એમ નથી. આહા... હા! આમ
અન્યને એકદમ’ અકસ્માત બીજી લાગે પર્યાય! છતાં તે પર્યાય, પહેલી નહોતી (ને થઈ) અપેક્ષાએ
- વિશેષપણે જોઈએ તો તે અન્ય છે. પણ તે વિશેષપણું - સામાન્ય ત્યાં વર્તે છે માટે સામાન્યથી
અનન્ય છે. સામાન્યથી (તે) જુદી ચીજ નથી. આહા...! જેમ બધી ચીજો તદ્દન જુદી છે (એમ આ
પર્યાય જુદી નથી વસ્તુથી.) આહા... હા! એક આત્માને અને બીજા આત્માને કાંઈ સંબંધ નથી.
સામાન્યપણે બેય એક ને વિશેષપણે જુદા એમેય નથી, પરની હારે. આહા... હા! અથવા સામાન્યપણે
જુદા ને વિશેષપણે એક, એમે ય નથી. શું કીધું ઈ? અનંત જે આત્માઓ અને અનંત પરમાણુઓ છે.
એ સામાન્યપણે જુદા અને વિશેષપણે એક એમેય નથી, તેમ સામાન્યપણે જુદા છે