અનન્ય છે. આહા... હા! આવી વાત! દરેક દ્રવ્ય (ની વાત છે.) દાખલો જીવનો આપશે. પણ દરેક
દ્રવ્ય, સામાન્ય છે એ તો તેનું તે જ છે. વિશેષ છે (તે) અન્ય-અન્ય છે. છતાં તે વિશેષ - પર્યાય તે
સ્વકાળે, અન્ય-અન્ય હોવા છતાં દ્રવ્યથી અનન્યમય છે. દ્રવ્યથી જુદી નથી. આહા... હા... હા! આ તો
દરેક દ્રવ્યનું સ્વરૂપ (આવું છે.) આત્માને પરદ્રવ્ય હારે કાંઈ સંબંધ નથી. આહા... હા! (આત્માને)
કર્મની હારે, શરીરની હારે, દેશની હારે, કુટુંબ હારે, આબરુ હારે, પૈસા હારે, પગાર હારે, (પુત્ર-
પુત્રીઓની હારે) કાંઈ સંબંધ નથી. દરેક દ્રવ્ય (નું) પોતાનું સ્વરૂપ કાયમ રહીને, અનેરી-અનેરી,
અન્ય-અન્ય અવસ્થા થાય, એ અપેક્ષાએ અન્ય પણ કહેવાય, અને એની ને એની (અવસ્થાઓ) છે
માટે અનન્ય છે. એની છે - એ દ્રવ્ય પોતે જ પર્યાયપણે આવ્યું છે. આહા...હા...હા! આવી વાત!
આવી વહેંચણી (દરેકે-દરેક દ્રવ્યની!) આખી દુનિયાની વહેંચણી થઈ ગઈ! આહા...હા!
हवदि य अण्णमणण्णं तक्काले तम्मयत्तादो ।। ११४।।
છે અન્ય, જેથી તે સમય તદ્રૂપ હોઈ અનન્ય છે. ૧૧૪.
આહા... હા! ચાહે તો હિંસાના પરિણામ હો, (ચાહે) દયાના હો, પૂજાના-ભક્તિના પરિણામ,
રૌદ્રધ્યાનના પરિણામ હો - એ પરિણામ દ્રવ્યની પર્યાયમાં છે. અનેરી-અનેરી અવસ્થા (ઓ)