Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 504 of 540
PDF/HTML Page 513 of 549

 

background image
ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૦૪
વગેરે હોવાને લીધે તૃણ, કાષ્ઠ વગેરેથી અનન્ય છે, તેમ દ્રવ્ય તે તે પર્યાયોરૂપ વિશેષોના સમયે તે-મય
હોવાને લીધે તેમનાથી અનન્ય છે - જુદું નથી.) અને જયારે તે બન્ને ચક્ષુઓ - દ્રવ્યાર્થિક અને
પર્યાયાર્થિક - તુલ્યકાળે (એકીસાથે) ખુલ્લાં કરીને તે દ્વારા અને આ દ્વારા (દ્રવ્યાર્થિક ચક્ષુ દ્વારા તેમ
જ પર્યાયાર્થિક ચક્ષુ દ્વારા) અવલોકવામાં આવે છે, ત્યારે નારકત્વ-તિર્યંચત્વ - મનુષ્યત્વ - દેવત્વ-
સિદ્ધત્વ-પર્યાયોમાં રહેલો જીવસામાન્ય અને જીવસામાન્યમાં રહેલા નારકત્વ - તિર્યંચત્વ - મનુષ્યત્વ
- દેવત્વ - સિદ્ધત્વ પર્યાયોસ્વરૂપ વિશેષો તુલ્યકાળે જે દેખાય છે.
ત્યાં, એક ચક્ષુ વડે અવલોકન તે એકદેશ અવલોકન છે અને બે ચક્ષુઓ વડે અવલોકન તે
સર્વ અવલોકન (-સંપૂર્ણ અવલોકન) છે. માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં અન્યત્વ અને અનન્યત્વ
વિરોધ પામતાં નથી.
ભાવાર્થઃ– દરેક દ્રવ્ય સમાન્ય-વિશેષાત્મક છે. તેથી દરેક દ્રવ્ય તેનું તે જ પણ રહે છે અને
બદલાય પણ છે. દ્રવ્યનું સ્વરૂપ જ આવું ઉભયાત્મક હોવાથી દ્રવ્યના અનન્યપણામાં અને અન્યપણામાં
વિરોધ નથી. જેમ કે મરીચિ અને શ્રીમહાવીરસ્વામીનું જીવસામાન્યની અપેક્ષાએ અનન્યપણું અને
જીવના વિશેષોની અપેક્ષાએ અન્યપણું હોવામાં કોઈ પ્રકારનો વિરોધ નથી.
દ્રવ્યાર્થિકનયરૂપી એક ચક્ષુથી જોતાં દ્રવ્યસામાન્ય જ જણાય છે તેથી દ્રવ્ય અનન્ય અર્થાત્ તેનું
તે જ ભાસે છે અને પર્યાયાર્થિકનયરૂપી બીજા એક ચક્ષુથી જોતાં દ્રવ્યના પર્યાયોરૂપી વિશેષો જણાય છે
તેથી દ્રવ્ય અન્ય-અન્ય ભાસે છે. બન્ને નયોરૂપી બન્ને ચક્ષુઓથી જોતાં દ્રવ્યસામાન્ય તથા દ્રવ્યના વિશેષો
બન્ને જણાય છે તેથી દ્રવ્ય અનન્ય તેમ જ અન્ય-અન્ય બન્ને ભાસે છે. ૧૧૪.