વ્યવહારે ય રહ્યો નથી (આત્મા). આહા... હા! (છતાં) પોતાની પાંચ પર્યાયમાં રહેલો - “એ
પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ
જીવોને ‘તે બધું ય જીવદ્રવ્ય છે’ એમ ભાસે છે.” આહા... હા! આ રીતે જો જુએ તો જીવદ્રવ્ય ભાસે
છે કહે છે. આહા... હા! પ્રભુ! આ પાંચમો આરો છે ને...? આવો હલકો આરો છે એમાં... (કહે છે
કે) આરા-ફારા કંઈ લાગુ પડતા નથી પ્રભુ! આહા...! જેને પર્યાય નયેય લાગુ પડતી નથી. આહા...
હા! પર્યાય નયથી જોવાની વાત કરશે. જાણવા માટે. પણ ઈ પછી કરશે. (પહેલું) આ કરીને. બે
નયમાં પહેલી આ નય લીધી છે. આહા... હા!
જાય છે.) જ્ઞાન (પર્યાય) એને જોવે છે (વજન અહીં છે) (શ્રોતાઃ) દ્રવ્યને જુએ... (ઉત્તરઃ) ઈ જ
જ્ઞાન સાચું છે. છતાં સાચું જ્ઞાન જોવે છે દ્રવ્ય - બધું જીવ (દ્રવ્ય) આ છે. પાંચે ય પર્યાયમાં રહેલું
તત્ત્વ ‘આ’ ‘આ’ છે. આહા... હા! સારી વાત છે. પ્રવચનસાર હમણાં વંચાણું નો’ તું. આંહી વજન
વધારે આંહી છે. (દ્રવ્યને જોવામાં દ્રવ્યાર્થિક નયે.) ઈ તો પર્યાય ભાસે છે એમે ય કહેશે. પર્યાયનયથી
ભાસે છે (કહેશે) જ્ઞાન કરવા (માટે.) આંહી તો પહેલું આ ઉપાડયું (છે) અહીંયાંથી... આહા... હા...
હા! (અનુક્રમના પહેલા ક્રમથી.)
ઉઘડેલા જ્ઞાન વડે અવલોકન કર. ત્યારે તને ભાસશે કે આ જીવ (દ્રવ્ય) આ બધું ય આ છે. આખો
પરમાત્મા-પરમાત્મા (આહા... હા! (દેખાશે.)
શાંતિથી વિચારતા નથી, વાંચતા નથી. એકદમ (વગર વિચાર્યે) કહી નાખે. એ એનું એકાંત છે,
એકાંત છે, એકાંત છે. ભાઈ બાપા! પરિણામ આવશે ભાઈ! પરિણામ તો સત્ય હશે તે આવશે.
અસત્ના અસત્ પરિણામ આવશે બાપુ! આહા... હા! એ એક વાત પહેલી લીધી. હવે પર્યાય જોવાની
વાત લેશે.
કરાવવાનું છે. આહા... હા! પરનું કાંઈ જ્ઞાન કરાવવાની ઈ વાત આંહી નથી. આહા... હા! “અને
જયારે દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે.” પાછું