છે એમ પર્યાયને જોનારું જ્ઞાન છે ને... આહા... હા! “ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે અવલોકવામાં
આવે છે ત્યારે જીવદ્રવ્યમાં રહેલા નારકપણું, તિર્યંચપણું, મનુષ્યપણું, દેવપણું અને સિદ્ધપણું – એ
પર્યાયોસ્વરૂપ અનેક વિશેષોને અવલોકનારા.” જીવદ્રવ્યમાં રહેલા - આ પાંચેય પર્યાયો પાછી
જીવદ્રવ્યમાં (રહેલી) આહા... હા! કાંઈ પરમાં નથી ઈ કાંઈ. હવે આવો ઉપદેશ એટલે અજાણ્યા
માણસને- ક્રિયાકાંડવાળાને એવું લાગે કે આ, શું માંડી છે? બાપા! પ્રભુ! તારા ઘરની વાત માંડી છે
ભાઈ! આહા... હા! તારું ઘર એવડું મોટું છે તેં સાંભળ્યું નથી પ્રભુ! પર્યાયથી વાત આવશે.