Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 521 of 540
PDF/HTML Page 530 of 549

 

background image
ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૨૧
જોવાનું જ્ઞાન ઉઘડી ગયું! આહા... હા! રમણિકભાઈ! આવી વાત આવી! આહા... હા! “એકલા
ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” એટલે બે (ચક્ષુ) થયાને! ઓલાને બંધ કરીને અને આને ઉઘાડેલા
વડે. આહા... હા! “એકલા ઉઘાડેલા” દ્રવ્યાર્થિક એટલે પોતાના પુરુષાર્થથી ઉઘાડેલા એમ. આહા...
હા! પર્યાયને જોવાનું જ્યાં બંધ કર્યું આહા.. હા! ત્યાં દ્રવ્ય જોવાની પર્યાય ઉઘડી ગઈ!! આહા.. હા!
રતિભાઈ! આવી વ્યાખ્યા છે, આવી વસ્તુ છે.
(કહે છે કેઃ) એમ કે સમયસાર! બાપા આ તો પ્રવચનસાર! નિયમસાર અષ્ટપાહુડ -
(એમાં) અલૌકિક વાતું છે! આહા... હા! એ કંઈ એમ ને એમ મળે એવું નથી. આહા... હા! પહેલેથી
જ કહે છે કે પર્યાયને જાણવાનું (બંધ કરી દઈને.) આહા.. હા! (પર્યાય) એને તો બંધ કરી દઈ જોવું
ત્યારે એક બંધ કર્યું ત્યારે એક ઉઘડે જ તે. આહા... હા! કહેવાનો આશય એવો છે કે પર્યાયદ્રષ્ટિ જ્યાં બંધ
કરી, ત્યાં દ્રવ્યદ્રષ્ટિ - દ્રવ્યને જોવાની ઉઘડેલું જ્ઞાન થયું. ઉઘડેલું દ્રવ્યાર્થિક ચક્ષુ આહા..હા! એ વડે “જયારે
અવલોકવામાં આવે છે, ત્યારે નારકપણું, તિર્થંચપણું, મનુષ્પણું, દેવપણું અને સિદ્ધપણું – એ
પર્યાયોસ્વરૂપ”
હવે વિશેષને કહેશે. “વિશેષોમાં રહેલા” એ વિશેષો છે પણ એ વિશેષમાં રહેલ
સામાન્ય છે. આહા.. હા! પર્યાયોને જોવાનું બંધ કરીને ‘આ’ જોવાનું છે. આહા.. હા!
“એ પર્યાયો
સ્વરૂપ વિશેષોમાં રહેલા” (અર્થાત્) “પર્યાયો સ્વરૂપ વિશેષોમાં રહેલાં.” આહા.. હા! પરમાં રહેલા
નહિ પણ ફકત તારી જે પર્યાયો - એ પાંચ પ્રકારની, ચાર ગતિની ને પાંચમી (સિદ્ધની) એ પાંચ
પર્યાય વિશેષ છે. એમાં રહેલા
“જીવસામાન્યને” એની સંધિ તો કરી. “એ પર્યાયોસ્વરૂપ વિશેષોમાં
રહેલા (એક) જીવસામાન્યને” એવું જે જીવસામાન્યને - કહેવું છે તો સર્વ દ્રવ્યો સામાન્ય - વિશેષ
છે પણ લોકોને સમજાય તેથી જીવદ્રવ્યનો દ્રષ્ટાંત આપ્યો. સમજાણું? બાકી બધા દ્રવ્યોને વિશેષને
જોનારો તો છો ને તું? એટલે વિશેષતા તો આવી ગયો તું. સમજાણું કાંઈ? એ વિશેષોમાં રહેલો જે
સામાન્ય. જે (પર્યાયને) જોવાની આંખ્યું હતી તેને બંધ કરી દઈને. છતાં તે પર્યાયમાં રહેલો જીવ
(સામાન્ય) આહા... હા.. હા! સમજાણું કાંઈ?
(અહીંયાં કહે છે કેઃ) “એ પર્યાયો “સ્વરૂપ વિશેષોમાં રહેલા (એક) જીવસામાન્યને
અવલોકનારા” ‘એક’ ‘જીવ’ ‘સામાન્યને’ અવલોકનારા - અવલોકન છે તો પર્યાય, પણ જોનાર
જુવે છે દ્રવ્યને (સામાન્યને) આહા... હા! (‘સમયસાર’) ૩૨૦ ગાથામાં કહ્યું ને...! છેલ્લા જયસેન
આચાર્યે! (ટીકામાં છે ને...!) -
જે સકલનિરાવરણ – અખંડ – એક – પ્રત્યક્ષ – પ્રતિભાસમય –
અવિનશ્વર – શુદ્ધપારિણામિક – પરમભાવ લક્ષણ – નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું – એમ પર્યાય જાણે
છે.
કેમકે ‘આવું દ્રવ્ય હું છું’ - એમ જાણવું (કાર્ય) દ્રવ્યને છે નહીં. પર્યાયમાં જાણવું (કાર્ય) થાય છે.
તેથી પર્યાય એમ કહે છે કે “હું તો આ છું’ નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું. ભલે વિશેષોમાં રહેલો છું,
પણ છું આ -એમ પર્યાય જાણે છે. એજ કહે છે કે -
“જીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને
નહિ અવલોકનારા એ જીવોને ‘બધું ય