Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 522 of 540
PDF/HTML Page 531 of 549

 

background image
ગાથા – ૧૧૪ પ્રવચનસાર પ્રવચનો પ૨૨
જીવદ્રવ્ય છે’ એમ ભાસે છે.” લો! ત્યાં (૩૨૦ ગાથામાં) જે કહ્યું છે, બધે એક જ વાત છે.
(કહે છે કેઃ) જોનારી પર્યાય એક સામાન્યને જોયું - બીડાઈ ગયેલી પર્યાય - બંધ થઈ
ગયેલી પર્યાયે અને તે બંધ થઈ એટલે ઉઘડેલી દ્રવ્યાર્થિક પર્યાય (થી) સામાન્યને જોતાં (બધું ય
જીવદ્રવ્ય છે એમ ભાસે છે) આહા.. હા! બે - ત્રણ લીટીમાં કેટલું નાંખ્યું છે! અપાર વાત છે બાપુ!
કોઈ સાધારણ વાત નથી. આ તો દિગંબર સંતોની વાણી છે! ક્યાં’ ય છે નહીં. (બીજે) ક્યાં’ ય છે
નહીં. એમાં રહેલું તત્ત્વ, તે તત્ત્વને જાણનાર. (ચક્ષુ) ઉઘડયું કહે છે. આહા... હા! એ પર્યાય ઉપર
દ્રષ્ટિ હતી ત્યારે દ્રવ્યને જાણનારું જ્ઞાન અસ્ત થઈ ગયું હતું. આહા... હા! પણ ર્પાયને જોવાનું જ્યાં
સર્વથા બંધ કર્યું આહા...! એટલે તને અવલોકવાનું ઉઘડયું જ્ઞાન - તે વિશેષોમાં રહેલો જે
જીવસામાન્ય છે? (પાઠમાં) “વિશેષોમાં રહેલા (એક) જીવસામાન્યને” અવલોકનારા અને
વિશેષોને ન અવલોકનારા”
છે ને? સામું પુસ્તક છે કે નહીં? આહા..! આ કંઈ કથા નથી પ્રભુ! (કે
જે નારાયણ!) આ તો ભાગવતકથા છે. આહા.. હા! કેના ગર્વ કરવા? કોના અભિમાન કરવા
જાણવાના? ભાઈ! પરમાત્માની એક-એક ગાથા! (અલૌકિક છે!) બધું રહસ્ય ભર્યું છે પ્રભુ! ઈ
સંતો જયારે એની વ્યાખ્યા કરતા હશે, એની વ્યાખ્યાનો પાર ન મળે! ભગવાનની વાણીમાં આવ્યું
હશે એટલું તો ઝીલાણું નહીં. આહા.. હા! ભગવાને જોયું એનું અનંતમે ભાગે કહેવાયું - દિવ્યધ્વનિનો
દિવસ છે કાલ! કાલ આ શરૂ થયું છે (આ ગાથાનું વ્યાખ્યાન)
“દિવ્યધ્વનિ છે આ”
દિવ્યધ્વનિમાં આવેલું છે આ. (આવે છે ને કે..) “મુખ ઓંકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચારૈ, રચિ
આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવારૈ.” આહા.. હા! અહીંયાં કહે છે કે આગમમાં આવેલી આ
વાત જેણે જાણી છે અંદર, એને સંશય રહેતો નથી, દ્રવ્યને - (જાણનાર) ઉઘડેલું જ્ઞાન, જ્યાં
વિશેષોમાં રહેલા (શુદ્ધસામાન્ય) જીવને જોયો - સામાન્યને જોયો (ભાળ્‌યો) ત્યાં સંશય રહેતો નથી.
મિથ્યાત્વનો કોઈ અંશ રહેતો નથી. આહા... હા!
(અહીંયાં કહે છે કેઃ) “અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને” બધાય જીવો લીધા
ને..! એક જ જીવ લીધો નથી. જે આ પર્યાય ચક્ષુને બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જુએ છે એવા
બધા જીવોને ‘તે બધુંય જીવદ્રવ્ય છે.’ આહા.. હા! અરે.. રે! પાંચમા આરાના પ્રાણીને (જીવને) પણ
આમ છે એમ કહે છે. પંચમઆરાના સંત (પંચમઆરાના) શ્રોતાને એમ કહે છે. આહા.. હા! તારાથી
ન થાય એમ કહેતા નથી અહીંયાં (મુનિરાજ) આહા... હા! ‘મને ન સમજાય’ એ વાત મૂકી દે.
પર્યાય છે એને જાણવાનું બંધ કરી દે, હું નહીં જાણી શકું - નહિ જાણું એ પ્રશ્ન જ ક્યાં છે? (એમ
આચાર્ય) કહે છે. આહા.. હા! એવા
“વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને” જીવને નથી લીધું.
(બહુવચન લીધું છે) એવા જીવોને, આહા.. હા! પંચમઆરાના સંત સામે (બેઠેલા) બધાય જીવોને -
(કેજે) પર્યાયચક્ષુને (સર્વથા) બંધ કરીને એકલા ઉઘડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે અવલોકનારા એવા
પંચમઆરાના જીવોને - ચોથા આરાની વાત છે આ? આહા... હા!