જોવાનું બંધ કરી દે. (દ્રવ્યાર્થિક નયની આંખથી તને જો.)
(કે) ભાસે છે. એમ કીધું છે ને...? ઘણા જીવોને ને...? ઉઘડેલી આંખથી ને...? બંધ કરી આંખ એક
(પર્યાયની ને?) એ બંધ કરી અને (બીજી) ઉઘડેલી આંખથી (જુએ છે એને ને?) “તે બધુંય
જીવદ્રવ્ય છે’ એમ ભાસે છે.” આના પછી સપ્તભંગી આવશે. એકસો પંદરમાં. આ તો અહીંથી... આ
તો કુંદકુંદાચાર્યની વાણી! સાક્ષાત્ ભગવાન પાસે ગયા હતા. આહા..હા! અને એની ટીકા કરનાર
અમૃતચંદ્રાચાર્ય! ઈ ભગવાન પાસે ગયા’ તા. ભગવાન (પોતાનો) કુંદકુંદાચાર્યદેવ પણ પોતાના અને
સીમંધરદેવ પાસે ગયા’તા. આહા..હા! એ અમૃતચંદ્રાચાર્ય આ કહે છે. શ્લોકમાં તો (મૂળ ગાથામાં તો)
આટલું જ છે.
અપેક્ષાએ અન્ય-અન્ય છે, વસ્તુથી અનન્ય છે. અનેરો-અનેરો નથી. આહા...હા! આવી વાતું
નથી. આહા... હા! જે દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જ જણાય (એવું) તત્ત્વ છે. આહા... હા!
ઉત્પાદ થાય છે.” છે એકસો તેરની ટીકા (માં). “જે ક્રમાનુપાતી - ક્રમાનુસાર ને તે કાળે (સ્વકાળે)
ઉત્પાદ થાય છે એ વિશેષને જોવાની આંખ્યું બંધ કરી દે. આહા.. હા.. હા! સ્વકાળે તે તેની પર્યાય
થશે જ. એ ‘કાળ’ તે નકકી થઈ ગયેલો જ છે. તેની ‘જન્મક્ષણ’ છે. આહા.. હા! પણ તે પર્યાયને
જોવાનું બંધ કર. આહા... હા! સ્વકાળે પર્યાય ઉત્પન્ન થશે જ. છતાં તેને જોવાનું બંધ કરી, બંધ કરી
એટલે બંધ જ થઈ ગઈ - જોવાનું (બંધ થઈ ગયું) એમ નહીં. પર્યાયનયને જોવાનું તેં સર્વથા બંધ
કર્યું એવી હવે એને પર્યાયમાં કંઈ જાણવાનું રહ્યું નહીં એમ નહીં. આહા.. હા! પર્યાયને જોવાનું જ્યાં
સર્વથા બંધ કર્યું ત્યારે દ્રવ્યાર્થિક નયથી ઉઘડેલું જ્ઞાન, એ જ્ઞાન વડે તે જાણવામાં આવ્યો. આરે...!
આવી વાતું કયા છે? બહારની વાતું - ક્રિયાકાંડ અરે પ્રભુ! તારો જ્યાં ભવનો અંત ન આવે (એ
વાતમાં શું સાર છે કે તું ત્યાં રોકાણો!) આહા..! ચોરાશીના અવતાર! નરકના દુઃખોનું વર્ણન
સાંભળ્યું ન જાય! બાપુ! તને જોતાં આનંદની વ્યાખ્યા એ કહી ન જાય એવો આનંદ આવશે તને.
આહા.. હા! ઉઘડેલા જ્ઞાન વડે દ્રવ્યને! જોતાં - પહેલું એ જ્ઞાન બંધ હતું પર્યાયદ્રષ્ટિમાં (બંધ હતું
ઉઘડેલુ નહોતું) પરની દ્રષ્ટિમાં નહી આહા...હા! અવસ્થાને જોનારી તારી દ્રષ્ટિ તને જોતી નહોતી
(તારા દ્રવ્યને જોતી નહોતી.) આહા.. હા! ઈ અવસ્થા (ને જોવાની દ્રષ્ટિ) બંધ કરીને - તો પછી
કંઈ (જોવાનું) રહ્યું કે નહીં? ભગવાન જ્ઞાનમૂર્તિ પ્રભુ! કેવળજ્ઞાનનો કંદ છે ને...! આ (પર્યાયને