બંધ વખતે પણ પ્રભુ! પરિચિત નહિ શકે એમ કરીશ મા સર્વજ્ઞ પ્રભુ! પરિચિત પરિ એટલે સમસ્ત
પ્રકારે ને ચિદ્ એટલે જ્ઞાન - પરિચિત એટલે સર્વજ્ઞ! આનો પરિચય! ઓલું ‘શ્રુતપરિચિતા
અનુભૂતાઃ’ એ નહીં ગુલાંટ ખાઈને આમ પરિચિત થાય છે. પહેલો પરિચિત રાગને એનો પરિચય છે,
પર્યાયદ્રષ્ટિનો પરિચય છે. આહા.. હા! ગુલાંટ ખાય છે. ત્યારે દ્રવ્યને જોનારી આંખ્યું વડે જોતાં ત્યારે
પરિચિત નામ સર્વજ્ઞપણું પ્રગટ થઈ જાય છે. પરિ + ચિત્ છે. ઈ. પરિ નામ સર્વથા પ્રકારે (ચિત્)
નામ જોવું જ્ઞાનને. પરને જોવું નહીં. જ્ઞાનને જોવું હોં? ભાઈ! આહા.. હા! આવી વાતું છે.
જોવાનું ઉઘડયા વિના રહે જ નહીં. આહા... હા! જેણે પર્યાયને જોવાનું ચક્ષુ બંધ કરી, એને સ્વને
જાણવાનું ઉઘડેલું જ્ઞાન ઉઘડયા વિના રહે જ નહીં. (એ જ્ઞાન ઉઘડે જ.) આહા.. હા! અને એ ઉઘડેલા
જ્ઞાન વડે (એટલે) દ્રવ્યાર્થિક નય વડે - દ્રવ્યાર્થિક નય પણ જ્ઞાન છે ને..! નય છે ને...! ઈ તો
જ્ઞાનનો અંશ છે ને...! દ્રવ્યાર્થિક એટલે દ્રવ્યને (જોનારું) જ્ઞાન, દ્રવ્યાર્થિક નયથી જોનારું દ્રવ્ય (છે.)
આહા... હા! એ ઉઘડેલું જ્ઞાન તે દ્રવ્યાર્થિક નય છે એનાથી જોતાં દ્રવ્ય જોવાય. (દેખાય.) આહા.. હા!
લખે છે ને...? પાછું નાખશે, આતમધરમમાં આવશે ઈ. આહા.. હા! હવે આ જયારે ભાસ્યું ત્યારે હવે
પર્યાયને જાણવાનું યથાર્થ જ્ઞાન થયું. પહેલી દ્રવ્યાર્થિક (નય) ને બંધ કરીને પર્યાયને જોવાનું નથી
કીધું. (પરંતુ) પર્યાયાર્થિક ચક્ષુને (સર્વથા) બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો. (એમ કીધું છે.) અને
દ્રવ્ય ભાસ્યું ત્યારે હવે પર્યાયને જાણવાનું યથાર્થ જ્ઞાન થયું. પહેલી દ્રવ્યાર્થિક (નય) ને બંધ કરીને
પર્યાયને જોવાનું નથી કીધું. (પરંતુ) પર્યાયાર્થિક ચક્ષુને (સર્વથા) બંધ કરીને દ્રવ્યાર્થિક ચક્ષુ વડે જો.
(એમ કીધું છે.) અને દ્રવ્ય ભાસ્યું ત્યારે પર્યાયનું યથાર્થ જ્ઞાન થયું. કો’ સમજાણું કાંઈ?
છે’ એવું જ્ઞાન થયું છે. છતાં તે તરફનું જોવું બંધ કરી પર્યાય પણ તારી છે - તારામાં છે એને જોવા
માટે આ (ચક્ષુ- દ્રવ્યાર્થિકનય) બંધ કર. આહા... હા! બહુ ઝીણી વાત છે ભાઈ ચંદુભાઈ! ગંભીર છે
બાપુ! પરમાત્માની વાણી! દિગંબર સંતોની વાણી! શ્વેતાંબરમાં તો કથન પદ્ધતિ ય મિથ્યાદ્રષ્ટિ થયા
પછી કરે છે આરે! પ્રભુ! આકરું લાગે! શું થાય? આ વાત છે આકરી! આહા... હા... હા! જ્યાં
કેવળજ્ઞાન રેલાય છે આમ!! અલ્પકાળમાં કેવળજ્ઞાન થવાની તૈયારીવાળું છે જ્ઞાન! આહા.. હા!
છતાં કહે છે પર્યાયને જોવાનું – તારી પર્યાયને જોવાનું બંધ કરી દે. અને હવે, દ્રવ્યાર્થિક (ચક્ષુને) બંધ
કર. જોવાઈ ગયું - જણાઈ ગયું! પણ તે તરફનું લક્ષ બંધ કર. સમજાણું...? આહા... હા.. હા!
“દ્રવ્યાર્થિક ચક્ષુને સર્વથા બંધ કરીને.” એટલે તેના તરફનું લક્ષ છોડી દઈને “એકલા ઉઘાડેલા
પર્યાયાર્થિક ચક્ષુ વડે” ઓલામાં “એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થિક ચક્ષુ વડે” હતું. પહેલી લીટીમાં.
આમાં “એકલા ઉઘાડેલા પર્યાયાર્થિક ચક્ષુ વડે”