પર્યાય છે એ તે પર્યાયની અપેક્ષાએ અન્ય કહેવાય, છતાં દ્રવ્યની અપેક્ષાએ તેને અનન્ય કહેવાય.
દ્રવ્યથી તે (પર્યાયવિશેષ) જુદી નથી. આહા... હા!
સંબંધ નથી. આહા... હા! જેની હારે પચાસ-પચાસ, સાઠ-સાઠ વરસ ગાળ્યાં હોય (ધર્મપત્ની હારે)
સીતેર-સીતેર, સો વરસ ગાળ્યાં હોય, પણ કહે છે કે એક સમય (માત્ર) પણ તેની તન્મય નથી.
અન્ય છે તે અન્ય જ છે. અને આ પર્યાય અન્ય છે તે પર્યાય અનન્ય (પણ) છે. આહા... હા! કેટલે
ઠેકાણેથી આને ઉપાડી મૂકવો! (બધેથી ખૂંટીઓ ઉપાડી મૂકવી.) આહા... હા!
અવલોકન (–સંપૂર્ણ અવલોકન) છે”, જાણવાનું-જાણવાની અપેક્ષાએ વાત છે ને...! આદરવાનું શું
છે ઈ અત્યારે અહીંયાં (વાત નથી.) આદરવાનું તો જ્યાં ક્ષાયિકભાવ પણ આદરણીય નથી. આહા...
હા! એક બાજુ એક કહે છે કે ક્ષાયિકભાવ પરદ્રવ્ય, પરભાવ હોય છે. અહીંયાં ઉદયભાવ ગતિનો
(શ્રોતાઃ) હેય છે. (ઉત્તરઃ) છે ઈ જ. છે તારામાં. હેં? એકે-એક ગાથા!! કેટલી ગંભીરતાથી છે!!
એમ ને એમ વાંચી જાય. (રહસ્યની ગંભીરતા ન સમજાય). “માટે સર્વ અવલોકનમાં દ્રવ્યનાં
અન્યત્વ” અનેરી-અનેરી પર્યાય “અને અનન્યત્વ” વર્તમાન-અપેક્ષાએ અનન્યત્વ છે. પર્યાય જુદી
નથી, દ્રવ્યથી (અનન્ય છે.) એ
અન્ય છે, અનેરી-અનેરી છે. પણ આત્માની અપેક્ષાએ - આત્મા એમાં તન્મયપણે વર્તે છે, (તેથી)
અનન્ય છે. આહા... હા! હવે આવું સમજવાનો વખત મળે ક્યારે? આખો દિ’ જગતના પાપ!
બાયડી-છોકરાં (ની ઉપાધિમાં) એ ક્યાં જશે? ઘણા (તો) મરીને ઢોરમાં જવાના. પશુ થવાના. જેને
હજી પુણ્યના ય ઠેકાણાં નથી. ધરમ તો ક્યાં રહ્યો? અરે... રે!