છે. તે મનુષ્યપણામાં વિશેષ દશા ન્યાં ક્યાં (નગોદમાં) અક્ષરનો અનંતમો ભાગ અને અહીંયાં આઠ
વર્ષે અંતર્મુખ જ્યાં નજર કરે છે. આહા... હા! જ્યાં ભગવાન (આત્મા) પૂરણ સામર્થ્યમાં સ્વભાવથી
ભરેલો ભગવાન! અંતર્મુખ નજર કરે છે (એકાગ્ર થાય છે) ત્યાં કેવળ (જ્ઞાન) થાય છે. આહા...
હા! આવી વાત છે. વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે!! લોકો (જાણે કે) સાધારણ આમ હોય
અને (ક્રિયાકાંડમાં) સામાયિક કરવી ને પોષા કરવા ને પડિક્કમણું કરવું, લીલોતરી નો’ ખાવી ને
ચોવિહાર કરવો, ઉપવાસ કરવા ને એ બધું સંવર ને તપ. ઉપવાસ કરવા તે તપ ને આ નિર્જરા!!
આ... રે! ક્યાંનું ક્યાં (માન્યું) પ્રભુ! વીતરાગ સર્વજ્ઞદેવ, પરમાત્મા! એણે કહેલો દ્રવ્યનો અને
પર્યાયનો સ્વભાવ, ભલે ભિન્ન-ભિન્ન પર્યાય હોય, છતાં દ્રવ્યની અપેક્ષાએ તો એ પર્યાયો અન્ય-અન્ય
નથી અનન્ય છે. પર્યાયની અપેક્ષાએ - ઈ પહેલી નો’ તી ને થઈ અન્ય તેથી અન્ય-અન્ય કહેવાય
છે. પણ એને ને એને અને એમાં (જોવાનું છે.) આહા... હા!
પર્યાયમાં ઈ અપેક્ષાએ અન્ય-અન્ય છે. અનેરી પર્યાય (થાય) ક્ષણમાં અનેરી-અનેરી (થાય છે.)
જુઓને...! છતાં આત્માની સાથે અનેરી નથી. (અનન્ય છે.) આત્મા સાથે તો પર્યાય અનન્ય છે.
આહા... હા! આત્મા જ એમાં (પર્યાયમાં) વર્તે છે. આહા... હા!
પર્યાયથી જુએ તો (દ્રવ્ય) અન્ય-અન્ય ભાસે છે. દ્રવ્યથી જુએ તો અનન્ય છે. પહેલાં દ્રવ્યથી જુએ તો
પર્યાય પણ એની જ છે. અનન્ય છે. પર્યાયથી કાંઈ જુદું નથી દ્રવ્ય. આહા... હા... હા!
અન્ય–અન્ય ભાસે છે” ૧૧૪.