Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 47 of 540
PDF/HTML Page 56 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૭
તો નહીં પણ દ્રવ્ય-ગુણથી પણ નહીં. એ પર્યાય છે તો “સત્” છે તે અહેતુક છે. ‘સત્’ ને હેતુની
જરૂર નથી.
પર્યાય સત્ છે. દ્રવ્ય સત્ છે. “उत्पादव्ययध्रौव्ययुक्त सत्” ઉત્પાદ, વ્યય, ધ્રુવ ત્રણેય સત્ છે.
‘સત્’ ને બીજા હેતુની જરૂર નહી. આગળ ગાથા-૧૦૧માં આવશે કે દરેક પર્યાયની ઉત્પતિ (એટલે)
ઉત્પાદ તે પોતાથી છે. એ ઉત્પાદ છે તે દ્રવ્ય - ગુણથી પણ નહીં. ઉત્પાદ છે તે વ્યયથી નહીં, ઉત્પાદ
ધ્રુવથી પણ નહીં, ધ્રુવ ઉત્પાદથી નહીં, ધ્રુવ વ્યયથી નહીં, વ્યયથી વ્યય, (ઉત્પાદથી ઉત્પાદ, ધ્રુવથી
ધ્રુવ) વ્યય ઉત્પાદથી નહીં, વ્યય ધ્રુવથી નહીં, દરેક - ઉત્પાદ, વ્યય, ધ્રુવ પોતાથી છે. દરેક ધ્રુવ
પોતાથી સ્વતંત્ર, દરેક ઉત્પાદ પોતાથી સ્વતંત્ર, દરેક વ્યય પોતાથી સ્વતંત્ર (છે) - આમ એ ગાથામાં
આવશે. આહા...હા...હા! સમજાય છે કાંઈ? ૧૦૨ ગાથામાં આવશે (પર્યાયની) ‘જન્મક્ષણ’ (ની
વાત). આપણે ઘણીવાર વ્યાખ્યાન થઈ ગયા છે. દરેક પદાર્થની જે પર્યાય છે તેની ઉત્પત્તિનો કાળ
હોય છે, તેની જન્મક્ષણ હોય છે. પાઠ છે સંસ્કૃતમાં. પ્રત્યેક દ્રવ્યની જે સમયે જે પર્યાય થાય છે તે
તેનો ઉત્પત્તિનો કાળ છે. ‘જન્મક્ષણ’ ઉત્પત્તિનો કાળ છે, પરને કારણે નથી થતી (તે પર્યાય)
આહા...હા...હા...! (અજ્ઞાની લોક) પછી આ સોનગઢવાળાઓનું એકાંત કહે છે ને...! એ... વ્યવહારને
માનતા નથી! નિમિત્તને માનતા નથી! - બધી ખબર છે બાપુ, સાંભળને...! વ્યવયહારથી કંઈક થાય
છે, નિમિત્તથી થાય છે, પરને માનતા નથી
(શ્રોતાઃ) વ્યવહારની એને ખબર નથી..! (ઉત્તરઃ)
નિશ્ચય - વ્યવહારની તને ખબર નથી ભાઈ! વ્યવહાર એ પણ રાગની પર્યાય છે. અને સમ્યગ્દર્શનની
પર્યાય તો નિર્મળ છે. તો વ્યવહારની - રાગની પર્યાયથી નિર્મળ પર્યાય થાય છે? (ના..) અહીંયાં
તો (કહ્યું) નિર્મળ પર્યાય થાય છે તે દ્રવ્ય - ગુણથી થાય છે. એ પણ વ્યવહાર છે, બાકી
સમ્યગ્દર્શનની પર્યાય જે થાય છે તે પોતાના ષટ્કારકથી પોતાથી થાય છે એ નિશ્ચય છે. (એ પર્યાય)
રાગથી નહીં, (પોતાના) દ્રવ્ય-ગુણથી પણ નહીં. આવી વાતો આકરી પડે લોકોને! અત્યારે ચાલતું
ગરબડ છે બધું. પંડિતોએ અંદર (તત્ત્વની વાતમાં) ગરબડ મચાવી દીધી છે! લોકો પણ બિચારા! કહે
‘જે નારાયણ’ (એટલે કંઈ વિચારવું જ નહીં.)
અહીંયાં (તો કહે છે) દરેક દ્રવ્યની, દરેક સમયની પર્યાય, પોતાના ષટ્કારકથી ઉત્પન્ન થાય છે
તેને નિમિત્તની અપેક્ષા નથી, (પોતાના) દ્રવ્ય-ગુણની અપેક્ષા નથી, (નિરપેક્ષ ઉત્પન્ન થાય છે)
આહા...હા...! ભગવાને તો ઢંઢેરો (સ્વતંત્રતાનો) પીટયો છે! ઢંઢેરો (પીટયો છે.) સમજાણું કાંઈ?
“કારણ કે ઘણાય (જીવો) પર્યાયમાત્રને અવલંબીને - ઘણા જીવો તો પર્યાય- માત્રનું
અવલંબન કરીને તત્ત્વની અપ્રતિપત્તિ’ એટલે તત્ત્વનું અજ્ઞાન ‘જેનું લક્ષણ છે એવા મોહને પામતા
થકા પરસમય છે.’ - એ પરસમય છે, પોતાની પર્યાય, પરથી ઉત્પન્ન થાય છે અને પરની પર્યાય,
મારાથી ઉત્પન્ન થાય છે એમ માનવાવાળા પરસમય છે, મિથ્યાદ્રષ્ટિ છે, સ્વસમયમાં આવ્યા નથી,
આત્મામાં આવ્યા નથી. (તેથી) મિથ્યાત્વ છે.
ભાવાર્થઃ–
‘પદાર્થ દ્રવ્યસ્વરૂપ છે. દ્રવ્ય અનંતગુણમય છે. દ્રવ્યો અને ગુણોથી પર્યાયો થાય છે.’ આ પાઠ
કાલે થયો. દ્રવ્યો અને ગુણોથી પર્યાય થાય છે, પરથી નહીં. છે? ભાવાર્થઃ – ‘પર્યાયો બે પ્રકારના છેઃ
(૧) દ્રવ્યપર્યાય; (૨) ગુણપર્યાય. દ્રવ્યપર્યાયના બે ભેદ (છે). સમાનજાતીય - બે,