Pravachansar Pravachano (Gujarati). Gatha: 94.

< Previous Page   Next Page >


Page 50 of 540
PDF/HTML Page 59 of 549

 

background image
ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો પ૦
હવે * આનુષંગિક એવી આ જ સ્વસમય-પરસમયની વ્યવસ્થા (અર્થાત્ સ્વસમય અને
પરસમયનો ભેદ) નક્કી કરીને (તે વાતનો) ઉપસંહાર કરે છેઃ-
जे पज्जयेसु णिरदा जीवा परसमयिग त्ति णिद्धिठ्ठा ।
आदसहावम्मि ठिदा ते सगसमया मुणेदव्वा ।। ९४।।
ये पर्यायेषु निरता जीवाः परसमयिका इति निर्दिष्टाः ।
आत्मस्वभावे स्थितास्ते स्वकसमया ज्ञातव्याः
।। ९४।।
પર્યાયમાં રત જીવ જે તે ‘પરસમય’ નિર્દિષ્ટ છે;
આત્મસ્વભાવે સ્થિત જે તે ‘સ્વકસમય’ જ્ઞાતવ્ય છે. ૯૪.
ગાથા–૯૪
અન્વયાર્થઃ– [ये जीवाः] જે જીવો [पर्यायेषु निरताः] પર્યાયોમાં લીન છે [परसमयिकाः इति
निर्दिष्टाः] તેમને પરસમય કહેવામાં આવ્યા છે; [आत्मस्वभावे स्थिताः] જે જીવો આત્મસ્વભાવમાં
સ્થિત છે [ते] તે [स्वकसमयाः ज्ञातव्याः] સ્વસમય જાણવા.
ટીકાઃ– જેઓ જીવપુદ્ગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો - કે જે સકળ અવિદ્યાઓનું એક
મૂળ છે તેનો - આશ્રય કરતા થકા યથોકત આત્મસ્વભાવની સંભાવના કરવાને નપુંસક હોવાથી તેમાં
જ બળ ધારણ કરે છે (અર્થાત્ તે અસમાનજાતીય દ્રવ્યપર્યાય પ્રત્યે જ જોરવાળા છે), તેઓ - જેમને
નિરર્ગળ એકાંતદ્રષ્ટિ ઊછળે છે એવા - ‘આ હું મનુષ્ય જ છું, મારું જ મનુષ્ય શરીર છે’ એમ
અહંકાર - મમકાર વડે ઠગાતા થકા, અવિચલિતચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારથી ચ્યુત થઈને, જેમાં
સમસ્ત ક્રિયાકલાપને છાતી - સરસો ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો આશ્રય કરીને રાગી
અને દ્વેષી થતા થકા પરદ્રવ્યરૂપ કર્મ સાથે સંગતપણાને લીધે (-પરદ્રવ્યરૂપ કર્મ સાથે જોડાતા હોવાને
લીધે) ખરેખર પરસમય થાય છે અર્થાત્ પરસમયરૂપે પરિણમે છે.
અને જેઓ અસંકીર્ણ દ્રવ્ય-ગુણ-પર્યાયો વડે સુસ્થિત એવા ભગવાન આત્માના સ્વભાવનો -
કે જે સકળ વિદ્યાઓનું મૂળ છે તેનો - આશ્રય કરીને યથોકત આત્મસ્વભાવની સંભાવનામાં સમર્થ
હોવાને લીધે પર્યાયમાત્ર પ્રત્યેનું બળ (જોર) દૂર કરીને આત્માના સ્વભાવમાં જ સ્થિતિ કરે છે (-
લીન થાય છે),
----------------------------------------------------------------------
૧. યથોકત- (પૂર્વ ગાથામાં) જેવો કહ્યો તેવો. ૨ સંભાવના - સંચેતન; અનુભવ; માન્યતા; આદર.
૩. નિરર્ગળ - અંકુશ વિનાની; બેહદ. (જેઓ મનુષ્યાદિ પર્યાયમાં લીન છે, તેમને બેહદ એકાંતદ્રષ્ટિ ઊછળે છે.)
૪. અહંકાર- ‘હું’ પણું. પ. મમકાર- “મારા” પણું.
૬. આત્મવ્યવહાર-આત્મારૂપ વર્તન; આત્મારૂપ કાર્ય; આત્મારૂપ વ્યાપાર.
૭. મનુષ્યવ્યવહાર-મનુષ્યરૂપ વર્તન (અર્થાત્ “હું મનુષ્ય જ છું” એવી માન્યતાપૂર્વકનું વર્તન)
૮. જે જીવ પર સાથે એકપણાની માન્યતાપૂર્વક જોડાય તેને પરસમય કહેવામાં આવે છે.
૯. અસંકીર્ણ = ભેળસેળ નહિ એવા; સ્પષ્ટપણે ભિન્ન (ભગવાન આત્મસ્વભાવ સ્પષ્ટ - ભિન્ન (પર સાથે ભેળસેળ નહિ એવા) દ્રવ્ય-
ગુણ-પર્યાયો વડે સુસ્થિત છે.)
* આનુષંગિક-પૂર્વ ગાથાના કથન સાથે સંબંધવાળી.