Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 49 of 540
PDF/HTML Page 58 of 549

 

background image
ગાથા – ૯૩ પ્રવચનસાર પ્રવચનો ૪૯
(પર્યાયનો આશ્રય છોડવો) આકરું કામ છે બાપુ! દુનિયા (ને) તો જાણીએ છીએ ને...! અહીંયાં તો
નેવું વર્ષ (આ શરીરના) થયાં. પંડિતજી! શરીરને નેવું - નેવું, નવ અને શૂન્ય, ૬૬ વર્ષ તો દીક્ષાને
(થયાં) ૬૭ વર્ષથી દુકાન છોડી. દુકાન ઉપર પણ અમે તો (શાસ્ત્રો) વાંચતા હતા. ૬૪ કે ૬પ ની
સાલથી. પિતાજી ગુજરી ગયા. દુકાન હતી. પાલેજ દુકાને ૬પ સાલથી અમે શાસ્ત્ર વાંચતા. શ્વેતાંબરના.
ત્યાં તો બધા શ્વેતાંબર હતા ને...! સ્થાનકવાસી હતા પણ એ તો શ્વેતાંબરનો (ફાંટો છે ને...!) ત્યાં
‘અધ્યાત્મકલ્પદ્રુમ’ એક છે શ્વેતાંબરના... એ પહેલાં મળ્‌યું. ૬પની સાલથી. ૬૩માં દુકાન (સંભાળતા)
અને ચોસઠની સાલથી અમે શાસ્ત્ર વાંચતા. પણ શ્વેતાંબર હતા. ત્યાં તો શ્વેતાંબર શાસ્ત્રો હતા.
‘અધ્યાત્મકલ્પદ્રુમ’ પહેલાં મળ્‌યું. ૬૪- ૬પની સાલની વાત છે. ૧૮-૧૯ વર્ષની ઉંમર (હતી). તો
‘અધ્યાત્મકલ્પદ્રુમ’ વાંચીએ પણ તત્ત્વની વાત કંઈ નહીં. પછી સૂયગડાંગ, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન
જોયાં દુકાને, દુકાન ઉપર જોયાં. ૬પ-૬૬ની સાલ-૭૦ વરસ પહેલાંની વાત છે! અહીંયાં તો જિંદગી
એમાં જ (શાસ્ત્રાભ્યાસમાં જ) ગઈ છે.
(શ્રોતાઃ) કરોડો શ્લોકો આપે વાંચેલા છે...! (ઉત્તરઃ)
આહા...હા! કરોડો! શ્વેતાંબરના બધા જોયાં છે, આપણા દિગંબરના બધા જોયાં છે, કરોડો શ્લોકો!
આહા...હા...!
અહીંયાં કહે છે કેઃ આત્મા પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં તો છે. પણ પર્યાયનો આશ્રય કરે છે
- એક સમયની અવસ્થાનો આશ્રય કરે છે અને એનું અવલંબન લે છે ત્રિકાળીનું - ધ્રવનું અવલંબન
લેતા નથી. - તે પરસમય-મિથ્યાદ્રષ્ટિ છે. પર્યાયબુદ્ધિ મૂઢ જીવ છે. જુઓ પાછળ ગાથા-૯૩
(મૂળગાથા).
‘पर्ययमूढा हि परसमयाः’ એ દરેક આત્મા, પોતાની પર્યાયનો આશ્રય લે છે પણ
ત્રિકાળી ભગવાન આત્મા - દ્રવ્યસ્વભાવનો આશ્રય નથી લેતા તે પર્યાયમૂઢ - મિથ્યાદ્રષ્ટિ છે. આહા...
હા! એ ભગવાન! દિગંબર સંતો! એ આ તીર્થંકરની વાણી કહેવાવાળા છે. બીજે ક્યાંય (આ વાણી)
છે નહીં. આ દિગંબર જૈન એ કોઈ પક્ષ નહીં, કોઈ પંથ નહીં, વાડો નહીં. વસ્તુનું સ્વરૂપ છે. -
વસ્તુનું સ્વરૂપ આવું છે એને અહીંયાં કહેવામાં આવ્યું છે. આવું (વસ્તુસ્વરૂપ) દિગંબર સંતોએ કહ્યું
છે અને તોપણ (એ) કહે છે કે આ ભગવાન ત્રિલોકનાથે કહ્યું છે (ભગવાનની આ વાણી છે)
પોતાની વાત નથી. આહા..હા!
વિશેષ કહેશે.