Pravachansar Pravachano (Gujarati). Prastavna.

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 549

 

background image
પ્રાસ્તવિક
કલિકાલ સર્વજ્ઞતુલ્ય શ્રીમદ્ ભગવત્ કુંદકુંદાચાર્ય દેવના પંચપરમાગમોમાં સનાતન દિગંબર
તત્ત્વજ્ઞાન પરિપૂર્ણપણે પ્રતિપાદિત થયેલ છે. આ પરમાગમમાં શ્રી સમયસાર, પ્રવચનસાર
નિયમસાર, પંચાસ્તિકાય તથા અષ્ટપાહુડ છે. આ દરેક આગમની વિષયવસ્તુ ભિન્ન ભિન્ન
પ્રકારની હોવા છતાં શ્રી પંચાસ્તિકાયની ગાથા ૧૭૨ અનુસાર સર્વ શાસ્ત્રોનું તાત્પર્ય વીતરાગતા
છે. અને વીતરાગતા ત્રણેય કાળે ત્રિકાળી જ્ઞાયક ભગવાનને ધ્યેય બનાવીને પરિણમવાથી જ
પ્રગટ થાય છે. આ રીતે ધ્યેયભૂત ધ્રુવ નિજ પરમાત્મ દ્રવ્યનું સ્વરૂપ તથા તેને વિષય બનાવીને
પ્રગટતી વીતરાગતા પ્રત્યેક આગમના વાચકમાંથી કાઢી તે પ્રકારે પરિણમન થવા માટે શાસ્ત્ર
સ્વાધ્યાય કરવામાં આવે છે.
આ પંચપરમાગમોમાં શ્રી પ્રવચનસારજી શાસ્ત્રને પૂ. કૃપાળુ સદ્ગુરુ દેવ શ્રીએ દિવ્ય
ધ્યનિનો સાર કહેલ છે. આ શાસ્ત્રની શૈલી જ્ઞાન પ્રધાન હોવા છતાં તેના વાચકનું વાચ્ય તો
ભગવાન આત્મા જ છે. આ શાસ્ત્ર ત્રણ અધિકારો વિભાજિત છે. (૧) જ્ઞાનતત્ત્વ પ્રજ્ઞાપન
(૨) જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપન (૩) ચરણાનું યોગ સૂચક મૂલિકા.
આમા જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપન અધિકારને શ્રી જયસેન આચાર્ય મહારાજે સમ્યગ્દર્શનનો
અધિકાર કહેલ છે. જે વિધિ થી ધ્યેયરૂપ જ્ઞાયકદેવ અનુભવમાં આવે છે તે વિધિનું અનુસરણ
કરનાર સાધક બને છે ત્યારે તેનું જ્ઞેય કેવા પ્રકારનું હોય છે તેની ઘણી વિશદ્ ચર્ચા જ્ઞેયતત્ત્વ
પ્રજ્ઞાપન અધિકારમાં કરવામાં આવી છે. પદાર્થનું યથાર્થરૂપ કેવું છે. દ્રવ્ય ગુણ પર્યાય તેમજ
ઉત્પાદ- વ્યય ધ્રૌવ્ય સંબંધી સમ્યક્બોધ કયા પ્રકારે થવા યોગ્ય છે. છએ દ્રવ્યોના બંધારણને
દર્શાવતા તેમાંથી પ્રયોજનભૂત નિજ પરમાત્મા દ્રવ્યનું અસ્તિત્વ કયા પ્રકારે રહેલું છે તેનું ઘણું
સ્પષ્ટ વિવેચન ગાથા ૯૩ થી ૧૧૩માં કરીને આચાર્ય ભગવાને ગાથા ૧૧૪માં પર્યાયાર્થીક ચક્ષુને
સર્વથા બંધ કરીને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થીક ચક્ષુ વડે જોતાં વસ્તુ કેવી જોવા મળે છે. તેની ઘણી
અદભૂત અને અપૂર્વ વાત કરીને જ્ઞેય સંબંધી યથાર્થ દ્રષ્ટિ આપી છે. પ્રસ્તુત ગ્રથમાં આ કારણે
જ્ઞેયતત્ત્વ પ્રજ્ઞાપનની ગાથા ૯૩ થી ૧૧૪ નો સમાવેશ કરવામાં આવેલ છે.
હાલમાં પ્રવર્તતી તત્ત્વજ્ઞાન સંબંધી યથાર્થ સમજણની પરિસ્થિતિ નાજુક છે. બિન