મહારાજે કહેવા ધારેલ વિષયવસ્તુનો જે રીતે અર્થ કરવામાં આવે છે તેનાથી તત્ત્વજ્ઞની કાંઈ
વિરાધના તો નથી થતીને એ વિચારને લક્ષમાં રાખીને સમ્યગ્દર્શનના અધિકારરૂપ જ્ઞેયતત્ત્વ
પ્રજ્ઞાપનની ગાથા ૯૩ થી ૧૧૪ ઉપરના પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનો અક્ષરશઃ પ્રકાશિત થાય
તથા આ અતિશયધારી મહાપુરુષે સિમંધર ભગવાનને સાક્ષાત્ સાંભળીને તેમજ આ ભવમાં
અહીં આવીને સ્વાનુભવપૂર્વક શ્રીમદ્ કુંદકુંદાચાર્ય દેવનું હૃદય જે રીતે સમજીને ઉપરોક્ત
ગાથાઓના ભાવો જે ભાષામાં પ્રગટ કર્યા છે તે મુમુક્ષુ સમાજ સમક્ષ રજુ થાય અને તેમાંથી
આત્માર્થીજનો પોતાના જ્ઞેયનો યથાર્થ બોધ પામી કાર્ય સિદ્ધિ કરી શકે તેવો ઉમદા આશય આ
પ્રકાશન પાછળ રહેલો છે. ગાથા ૯૩ થી જ્ઞેયનું પ્રજ્ઞાપન કરતાં કરતાં ગાથા ૧૧૪માં ધ્યેયના
ધ્યાનથી વિધિ દર્શાવી અપૂર્વ ભાવો પૂ. શ્રીએ પ્રગટ કર્યા છે.
ઉપરના પૂજ્યશ્રીના પ્રવચનો ટેપ ઉપરથી તેઓશ્રીની જ ભાષામાં પ્રકાશિત કરવાનો કદાચ આ
પ્રથમ પ્રસંગ છે. આ ગ્રંથમાં જે ગાથાઓ ઉપરના પ્રવચનો સંકલિત કરવાંઆવેલ છે. તેનો સુક્ષ્મ
ઉપયોગપૂર્વક જ્ઞાયકના લક્ષે સ્વાધ્યાય કરનાર આત્માર્થીજનને પોતાના પ્રયોજનની સિદ્ધિ માટે
ઘણું પ્રેરકબળ પ્રાપ્ત થવાનું પ્રબળ નિમિત્તપણું આ પ્રવચનોમાં રહેલ છે. તેમ આ ટેપો સાંભળતી
વખતે લાગવાથી આ ગ્રંથ સંકલિત થઇ શિઘ્ર પ્રકાશિત થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે.
સહ.