Pravachansar Pravachano (Gujarati). Date: 30-05-1979.

< Previous Page   Next Page >


Page 52 of 540
PDF/HTML Page 61 of 549

 

background image
ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો પ૨
પ્રવચનઃ તા. ૩૦–૩૧. પ. ૭૯.
“હવે આનુષંગિક - એટલે પૂર્વગાથાના કથન સાથે સંબંધવાળી, એવી આ જ સ્વસમય
પરસમયની વ્યવસ્થા (અર્થાત્ સ્વસમય–પરસમયનો ભેદ) નક્કી કરીને (તે વાતનો) ઉપસંહાર કરે
છે.”
‘પ્રવચનસાર’ ગાથા-૯૪
जे पज्जयेसु णिरदा जीवा परसमयिग ति णिद्धिट्ठा।
आदसहावम्मि ठिदा ते सगसमया मुणेदव्वा।।
પર્યાયમાં રત જીવ જે તે ‘પરસમય’ નિર્દિષ્ટ છે;
આત્મસ્વભાવે સ્થિત જે તે ‘સ્વકસમય’ જ્ઞાતવ્ય છે. હરિગીત

* ટીકા
ઃ- જુઓ! અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) પહેલા લીધી. “જેઓ જીવપુદ્ગલાત્મક
અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો – કે જે સકળ અવિદ્યાઓનું એક મૂળ છે તેનો - આ હા... હા...! અહીં
પર્યાયમૂઢને શરીરની સાથે લઈ લીધો. પર્યાયની દ્રષ્ટિ છે એની દ્રષ્ટિ પર ઉપર જાય છે. તો એ
‘શરીરની પર્યાય મારી છે ને શરીર પર્યાય હું કરું છું’ એવો જે મૂઢ જીવ (એની આવી માન્યતા)
“સકળ અવિદ્યાઓનું મૂળ એ છે” અસમાનજાતીય - (એટલે) જીવ અને પુદ્ગલ (નો સંયોગ) છે.
બન્નેને એક માને છે અને હું પુદ્ગલને કરી શકું છું, પુદ્ગલ મને કરી શકે છે. એવું જે અજ્ઞાન-અવિદ્યા
એ બધું (મિથ્યા અભિપ્રાય) અવિદ્યાનું મૂળ છે. આહા...! ટીકા છે અમૃતચંદ્રાચાર્યની! અસમાનજાતીય
લીધું છે ભાઈ! આત્મામાં અસમાનજાતીય ક્યાં? આત્મા, આત્મા સમાનજાતીય છે. પુદ્ગલને આત્મા
(એક સાથે દેખાય છે) એને એ (મૂઢ) એક માને છે. શરીરને આત્મા માને છે. પર્યાયદ્રષ્ટિવાળાની
દ્રષ્ટિ શરીર ઉપર જાય છે. અને પર્યાયદ્રષ્ટિ છોડીને જે દ્રવ્યદ્રષ્ટિ થઈ તેની દ્રષ્ટિ આત્મા ઉપર, ધ્રુવ
ઉપર છે. સમકિતીની દ્રષ્ટિ ધ્રુવ ઉપર છે. મિથ્યાત્વીની દ્રષ્ટિ, પર્યાય ઉપર છે (એટલે કે) હોય છે દ્રષ્ટિ
શરીર ઉપર - પર ઉપર તેની દ્રષ્ટિ જાય છે. આહા... હા..! આવું ઝીણું હવે એ કરતાં (આવું સમજવા
કરતાં) દયા પાળે, વ્રત કરે, ભક્તિ કરે (ધર્મ થઈ જાય) સહેલું સટ! રખડવાનું! આહા...! આ
મારગ!!
“જેઓ જીવપુદ્ગલાત્મક અસમાનજાતીય દ્રવ્યપર્યાયનો – કે જે સકળ અવિદ્યાઓનું એક
મૂળ છે” - મિથ્યાત્વ નું મૂળ છે.” તેનો આશ્રય કરતા થકા યથોકત આત્મસ્વભાવની સંભાવના
કરવાને”
છે... ને? ‘યથોકત’ - જેવું છે તેવું (સ્વરૂપ) (૯૩) ગાથામાં કહ્યું હતું. સંભાવના નામ
સંચેતન; અનુભવ; માન્યતા; આદર. (અજ્ઞાની મૂઢ) આત્મસ્વભાવની સંભાવના
----------------------------------------------------------------------
* ટીકા, મૂળ ગાથા અને અન્વયાર્થ માટે જુઓ પાના નં. પ૦