Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 53 of 540
PDF/HTML Page 62 of 549

 

background image
ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો પ૩
કરવાને એ તો ‘નપુંસક’ છે. એને તો સંસ્કૃતમાં ‘क्लीब’ કહ્યું છે. સંસ્કૃતમાં क्लीब (શબ્દ) છે. જે કોઈ
પ્રાણી, રાગ અને શરીરની અવસ્થા મારી છે એવું માને છે એ નપુંસક છે; પાવૈયા - હીજડા છે! એ
નપુંસકને વીર્ય હોતું નથી, તો પ્રજા થતી નથી. એમ પરને - શરીરને મારું છે, શરીરની ક્રિયા હું કરી શકું
છું એમ માનવું અને એ (માન્યતા) રાગ છે એવડો જ હું છું એમ માનવું - (એ માન્યતા ધરનાર)
નપુંસક છે એને ધર્મની પ્રજા (પર્યાય) ઉત્પન્ન થતી નથી. આહા...હા...હા...! આકરી વાત છે.
‘સમયસાર.’ માં ‘क्लीब’ બે વાર આવ્યું છે. ગાથા-૩૯ ‘इह खलु तदसाधारणलक्षणा–
कलनात्क्लीबत्वेनात्यन्तविमूढाः’ તથા ગાથા - ૧પ૪ ‘दूरन्तकर्मचक्रोत्तरण ‘क्लीब’ तया’
‘क्लीब’ - નપુંસક પુણ્યને ધર્મ માનવાવાળા પાવૈયા - નપુસંજક - હીજડા છે. વ્યવહારરત્નત્રયથી
નિશ્ચયરત્નત્રય થાય છે એમ માનવાવાળા નપુંસક છે એમ કહે છે. કેમકે વ્યવહારરત્નત્રય રાગ છે
અને નિશ્ચયરત્નત્રય તો વીતરાગી પર્યાય છે. તો વીતરાગી પર્યાય તો પોતાના દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન
થાય છે.
રાગથી નહીં, અહા... હા! આમાં (‘પ્રવચનસાર’ માં) નપુંસક એકવાર આવ્યું (છે) ને આ
બીજીવાર (અહીંયાં) આવ્યું છે. અને સમયસારમાં (પણ) બે વાર છે. (અજ્ઞાની, મૂઢ, પુણ્યથી ધર્મ
માનનારને)
‘क्लीब’ કીધા છે. પાઠમાં છે, અહીંયા (આ ગાથામાં) સંસ્કૃત ટીકામાં બીજી લીટીમાં છે.
જુઓ! ‘ययोदितात्मस्वभावसंभावनक्लीवा...’ બીજી ગાથામાં (“જ્ઞેય અધિકાર’ ની) વચ્ચે છે.
‘નપુસંક’ કહે છે. આહા.. હા!
(અહીંયાં) ભગવાન તો એમ કહે છે કે આત્માનું જે વીર્ય છે - (પુરુષાર્થ) ગુણ - એ
પુરુષાર્થ - વીર્ય, સ્વરૂપની રચના કરે છે. વિભાવની રચના કરે એ (આત્મ) વીર્ય નહીં. ૪૭
શક્તિમાં એમ કહે છે. ધીરેથી સમજો! ફરીને... (કહીએ)! આ વીર્યગુણ લીધો ને...! “સમયસાર’
છેલ્લે (પરિશિષ્ટ) માં ૪૭ શક્તિઓ છે - ૪૭ ગુણ છે. એમાં પુરુષાર્થ ગુણ લીધો છે. વીર્યગુણ
ત્રિકાળી (છે). ભગવાને કહ્યો છે. ‘સ્વરૂપની (આત્મસ્વરૂપની) રચનાના સામર્થ્યરૂપ વીર્યશક્તિ’.
પ.
-એ પુરુષાર્થ ગુણનું કાર્ય સ્વરૂપની રચના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રની રચના કરે એને વીર્ય
(શક્તિ) કહીએ. પણ એને છોડીને રાગની રચના કરે એને નપુંસક કહીએ આહા... હા! (પુણ્યના
પક્ષવાળાને) આકરું લાગે! આવો કઈ જાતનો ઉપદેશ કે’ આંહી!
શું કહે છે કેઃ ‘આત્મસ્વભાવની સંભાવના કરવાને નપુંસક’ - ત્રિકાળી ભગવાન ધ્રુવભાવ,
પરમપારિણામિકભાવ, સ્વભાવભાવ પોતાનો સ્વભાવભાવ ત્રિકાળીનો (તેનો) આશ્રય ન લઈને,
પર્યાયમાં રાગનો આશ્રય કરે છે એને અહીં પ્રભુ નપુંસક કહે છે. અમૃતચંદ્રાચાર્ય સંત! મુનિ છે!
પંચમહાવ્રતધારી (ભાવલિંગી સાધુ) છે! આહા... હા! વીર્યગુણમાં એ કહ્યું કેઃ આત્મામાં વીર્યગુણ છે
ત્રિકાળ એ તો શુદ્ધ (પર્યાય) ની રચના કરે છે. એને વીર્ય કહીએ. જે વીર્ય પુણ્ય ને પાપ,
શુભાશુભભાવની રચના કરે એ પોતાનું (આત્મ) વીર્ય નહીં, એ બળ નહી, નામર્દાઈ છે. એ
‘સમયસાર’ માં આવી ગયું છે. (ત્યાં) ગાથા-૩૯ ને ૧પ૪માં નામર્દ કહ્યું છે. રાગની રચના કરીને
ધર્મ માનવાવાળા છે એ નામર્દ છે, મર્દ નહીં, આહા... હા!