પકડતાં - એમ ન લીધું કેમકે પર્યાયને પકડી શકતો નથી અજ્ઞાની, એથી ભગવાન અમૃતચંદ્રાચાર્ય
(અહીંયાં એમ લીધું કે) પર્યાયબુદ્ધિવાળાની દ્રષ્ટિ, એ અસમાનજાતીય પુદ્ગલ (શરીર) ઉપર જાય છે,
એને એ દેખી શકે, માની શકે, જાણી શકે (છે). આહા... હા...! નહીંતર, પર્યાય બુદ્ધિમાં તો - દ્રવ્ય-
ગુણથી ઉત્પન્ન થયેલી પર્યાય એમ આવ્યું ને...! અને આ તો (પર્યાયબુદ્ધિવાળાને) અસમાનજાતીયને
મિથ્યાત્વમાં નાખે છે. પર્યાયબુદ્ધિમાં નહીં... શું કહ્યું? સમજાણું? રાતે કહ્યું હતું કે પર્યાય એક સમયની
છે એને (એ જીવ) પકડી શકે નહીં, એથી પર્યાયદ્રષ્ટિવાળાની દ્રષ્ટિ શરીર - અસમાનજાતીય
(દ્રવ્યપર્યાય) ઉપર જાય છે. એથી એને પર્યાયબુદ્ધિવાળાને, પર્યાયની દ્રષ્ટિ છે એમ ન લેતાં,
પર્યાયબુદ્ધિવાળાને અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) એટલે શરીરની દ્રષ્ટિ છે એમ લીધું છે, આહા... હા!
સમજાય છે કાંઈ? અમૃતચંદ્રાચાર્ય (ટીકાકાર), એમાં એમની ભૂલ કાઢવી કે એમણે આમ કેમ ન
કહ્યું! આહા...! નહીંતર પર્યાય (એની છે) પાઠ તો એવો લીધો પહેલી ગાથામાં (‘જ્ઞેય અધિકાર’
ટીકા ગાથા-૯૩
અનંત ગુણનો આધાર તે દ્રવ્ય એટલે ગુણાત્મક (છે.) એ દ્રવ્ય-ગુણ (કહ્યા) અને પર્યાય બેયથી
ઉત્પન્ન થયેલી (કહ્યું) એ તો પોતાની પર્યાય, પોતાથી- દ્રવ્ય-ગુણથી (ઉત્પન્ન) થયેલી છે. તો
(અહીંયાં) પર્યાયદ્રષ્ટિ (વાળા જીવને) પર્યાયદ્રષ્ટિ ન લેતાં અસમાનજાતીય (દ્રવ્યપર્યાય) હોવા છતાં
- શરીર (ઉપર દ્રષ્ટિ છે, દેહાધ્યાસ છે) લીધું એ યથાર્થપણે લીધું છે, આહા... હા! કેમકે અજ્ઞાની
પર્યાયદ્રષ્ટિ- અજ્ઞાની પણ એક સમયની પર્યાય પકડી શકતો નથી. એથી અહીં પર્યાયથી લંબાઈને
શરીર ઉપર એની દ્રષ્ટિ જાય છે. આહા... હા... હા! સમજાય છે કાંઈ?
ભાઈ! નહીંતર દ્રવ્યપર્યાય વ્યંજન પર્યાય છે. કેવળીની જ્યાં વાત લીધી છે (પ્રવચનસાર’ ગાથા-૮૦)
કહેવામાં એમનો (અમૃતચંદ્રાચાર્યનો) આશય આ છે કે ભાઈ! જેને દ્રવ્યસ્વભાવ- ત્રિકાળીની દ્રષ્ટિ
નથી જ્ઞાયકધ્રુવસ્વરૂપ પ્રભુ, પરમાનંદની મૂર્તિ, નિત્યાનંદ પરમસ્વભાવભાવ, એની જેને દ્રષ્ટિ નથી
એની દ્રષ્ટિ શરીર ઉપર જાય છે. આહા... હા! સમજાણું કાંઈ? જે પોતાની જાત નથી એવું આ જડ
(શરીર), એની જાત આત્માની જાત (કરતાં) બીજી જાત છે, આહા... હા! “જેઓ
જીવપુદ્ગલસ્વરૂપ અસમાનજાતીય દ્રવ્યપર્યાય’ એને (અસમાનજાતીયને) દ્રવ્યપર્યાય કીધી. ઓલામાં
(ગાથા-૯૩માં) ગુણાત્મક દ્રવ્યપર્યાય કહી હતી. ‘દ્રવ્ય’ એને કહીએ કે સામાન્ય - વિશેષ, ગુણ અને
પર્યાયનો પિંડ તે ‘દ્રવ્ય’ (છે). ગુણ એને કહીએ કે - જે અનંત