ગુણપર્યાય (પણ) છે. પર્યાયના બે પ્રકાર છે. આહા... હા! એક સમાનજાતીય દ્રવ્યપર્યાય, એક
અસમાનજાતીય દ્રવ્યપર્યાય (છે). ત્યા સમાનજાતીય (દ્રવ્યપર્યાય) માં પ્રશ્ન થયો ઉઠયો હતો ને...!
પંડિત (જી) નો...! કે ત્યાં આત્મા અને આત્મા કેમ ન લીધો? સમાનજાતીય (દ્રવ્યપર્યાય
સમજાવવા) માં પુદ્ગલને લીધા. તો (કહેવામાં આવે છે કે) આત્મા, આત્માનો એકરૂપ સ્કંધ નથી.
પરમાણુમાં પણ નથી. (છતાં) પરમાણુ (એકરૂપ) સ્કંધ કહેવાય છે. શરીરાદિ પિંડ, સ્કંધ (છે) તો
એને આત્મા અને શરીર (સાથે દેખાતા હોવાથી) અસમાન જાતીય દ્રવ્યપર્યાય લીધી. અને
સમાનજાતીયમાં પરમાણુના પિંડની દ્રવ્યપર્યાય લીધી. પરમાણુના સ્કંધની અવસ્થાને (સમાનજાતીય)
દ્રવ્ય-પર્યાય લીધી. ગુણપર્યાય તો પછી (લીધી છે) સ્વભાવિક ગુણપર્યાય અને વિભાવિક ગુણપર્યાય
એ તો અગુરુલઘુગુણની (પર્યાય) તે સ્વભાવપર્યાય (કીધી) ને જ્ઞાનાદિક અને રૂપાદિક (ગુણનાં)
પરિણમનમાં નિમિત્ત થતાં હીનાધિક અવસ્થા થાય છે અને નિમિત્તપણામાં કર્મ છે એ દશામાં
વિભાવગુણપર્યાય કીધી. એ વિભાવગુણપર્યાય (છે). આહા...! અહીંયાં ભગવાન અમૃતચંદ્રાચાર્યે આમ
ઉપાડયું. કેમ? કે એ પર્યાયબુદ્ધિવાળો ત્રિકાળી સ્વભાવને તો જોતો નથી પણ એના ગુણને (પણ)
જોતો નથી અને તેની એક સમયની પર્યાયને (તે) પકડી શકતો નથી. ઓહો...હો...હો! શું શાસ્ત્રની
ગંભીરતા (છે)! દિગંબર સંતોની શૈલી! ગજબ વાત છે!! એના જ્યાં ઊંડાં પેટ જોવા જઈએ ત્યાં તો
એમ લાગે ઓહો... હો... હો! (અમાપ, અમાપ, અમાપ તત્ત્વ છે)!
ફકરાની શરૂઆત્માં કહે છે) “અસંકીર્ણ દ્રવ્ય – ગુણ–પર્યોયો વડે સુસ્થિત (છે) એવા ભગવાન
આત્માના સ્વભાવ એવા આત્માના સ્વભાવ - દ્રવ્ય, ગુણને પર્યાય છે ખરી! પણ એનો જે
ત્રિકાળીસ્વભાવ જે ભગવાન પૂર્ણાનંદ, ધ્રુવ, જ્ઞાયકભાવ એની એને (અજ્ઞાનીને) સંભાવનાનો અભાવ
છે. (શું) કીધું સકળ જ્ઞાનનો, ગુણ - વિદ્યા એનો અજ્ઞાનીને અભાવ છે. સમજાય છે કાંઈ?
પોતે છે એમ માને છે, એની (શરીરની) ક્રિયા થાય એ પોતાની માને છે. લોકોના મનુષ્યવ્યવહારમાં
એ તો ક્રિયા લેશે. શું કીધું? આત્મવ્યવહારમાં એની (જીવની) પર્યાય, અને મનુષ્યવ્યવહારમાં (હું)
મનુષ્ય છું, દેવ છું એમ લેશે. મનુષ્ય વ્યવહારમાં - એ છું એ તો ઠીક! (પણ) એ છું એમાં રાગ-
દ્વેષના પરિણામ (જે) કર્યા છે તેમાં તે ક્રિયાને (પોતાને) એકપણે માને છે. છાતીએ (વળગ્યાં છે)
આહ... હા!
ઉપર જાય છે. અને તે શરીર મારું છું એવી જે બુદ્ધિ તે ‘સકળ અવિદ્યાઓનું મૂળ છે! મહામિથ્યાત્વ
અને અજ્ઞાનનું એ મૂળ છે. આહા.. હા! સમજાય છે કાંઈ?