એ યથોકત સ્વભાવ દ્રવ્યનો છે (શબ્દનો આશય છે). શું કહ્યું એ?
આત્મસ્વભાવનો અનુભવ ‘કરવાને નપુંસક હોવાથી” આહા...હા..! એ અસમાનજાતીય (દ્રવ્યપર્યાય)
ઉપર દ્રષ્ટિ પડીને એ (જ) મારું સ્વરૂપ છે. એમ માનીને અવિદ્યાનું મૂળ જે છે. એ આત્મસ્વભાવ જે
કહ્યો - કે દ્રવ્ય-ગુણ - પર્યાય એના કીધા પણ (જે) દ્રવ્ય-ગુણ-પર્યાયનો પિંડ - આખો - અખંડ
(છે) એવા જે દ્રવ્યસ્વભાવની વાત કરી હતી. યથોકત (એટલે) યથા ઉકત (અર્થાત્) યર્થાથ કહ્યું.
“આત્મસ્વભાવની સંભાવના” - એવો જે આત્મસ્વભાવ (કહ્યો હતો) - અનંતગુણની
અનંતીપર્યાયનું એકરૂપ તે દ્રવ્યસ્વભાવ આત્મસ્વભાવ તે વસ્તુ (છે). એની સંભાવના (એટલે)
અનુભવ. સંભાવનાના ઘણા અર્થ (ફૂટનોટમાં) કર્યા છે. સંચેતન; અનુભવ; માન્યતા; આદર.
સ્વભાવની માન્યતા - એ વસ્તુના સ્વભાવનું સંચેતન, જાગૃત એમાં, તેનો અનુભવ કરવો, એને
પોતાનું માનવું - એમ કરવાને ‘નુપુંસક” છે, કહે છે. આહા.. હા! અરે, વીર્ય જે છે એનું
અસમાનજાતીય ને પર્યાયબુદ્ધિમાં ત્યાં જતાં (એ વીર્ય ત્યાં રોકી દીધું છે) ને એને પોતાનું છે અવી
માન્યતા (માં રોકાઈ ગયો છે) એ નપુંસક છે. એ વીર્ય ત્યાં રોકયું છે. એ રોકેલું વીર્ય તે વાસ્તવિક
વીર્ય નથી. આહા... હા! એ નપુંસકતા છે. ભાઈ! (શ્રોતાઃ) એ મહિનાના ઉપવાસ કરે ને! (ઉત્તરઃ)
એ ગમે એ કરે ને... ધંધા! છોડીને બેઠા કલકત્તા માટે થઈ ગયું! એનો દાખલો દઈએ! (બહારના
ક્રિયાકાંડ કર્યા) પણ અંદરમાં... (યથાર્થ પરિણમન થવું જોઈએ), યથોકત દ્રવ્યસ્વભાવની (પર્યાય) -
અનુભવની (પર્યાય) કરવાને અસમર્થ (હોવાથી)
અનુભવ કરો કહો (એકાર્થ છે). ‘સંચેતન’ એટલે જેવું આત્મદ્રવ્ય છે તેવું ચેતવું (કહો) કે
અનુભવ કહો કે માન્યતા કહો કે આત્મસ્વભાવનો અનુભવ કહો (એ સર્વ એકાર્થ છે). એ અનુભવ
કરવાને
સમતોલ રહેશે કે નહીં? સમાજને આ (વાત) બેસશે કે નહીં? (મુનિઓ તો વીતરાગીસ્વરૂપ છે!)
બાપુ! મારગ આ છે ભાઈ! (માન કે ન માન ભગવાન છો!)
દ્રવ્યસ્વભાવને અવલંબીને, દ્રવ્ય-ત્રિકાળી- જ્ઞાયકનો અનુભવ કરે તે મરદ છે (મર્દ છે). તે મર્દનું વીર્ય
છે. એ આત્માનું વીર્ય