ઓરડાઓમાં રત્ન જાય છતાં પણ રત્ન તો એકરૂપ જ રહે છે, એમ અનેક શરીરમાં આત્મા જવા છતાં
પરમાં રહેવા છતાં - એનો ગુણ એવો છે કે તે એકરૂપ જ રહે છે. (‘સમયસાર’ - પરિશિષ્ટમાં)
૪૭ શક્તિમાંએક એવી શક્તિ છે છે જે ‘સ્વધર્મવ્યાપકત્વ’ છે. ‘સર્વ શરીરોમાં એક સ્વરૂપાત્મક એવી
સ્વધર્મવ્યાપકત્વ શક્તિ.” ૨૪. અનંતાશરીરમાં રહેવા છતાં તે ‘સ્વધર્મવ્યાપક શક્તિ’ પરને અડી
નથી. પરમાં રહ્યા છતાં (તે પરને અડી નથી) એનો એવો ગુણ છે. આહા.... હા! અનેક શરીરોમાં
રહ્યા છતાં - રત્નનો દીવડો જેમ એવો ને એવો (પ્રકાશિત) રહે છે - એમ ભગવાન આત્મા, જેની
દ્રષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર પડી ગઈ છે, એનો આત્મા એવો ને એવો રહે છે! આહા.... હા...! આ તો
બાવા થાય તો થાય, ઓલો ભાઈ! અમારે છે ને એ એમ કહે છે. બાવો જ છો તું સાંભળને..! કોઈ
દી’ રાગમાં આવ્યો નથી, રાગરૂપ થયો જ નથી! પછી તારે બાવો એને નવો ક્યાં થવું છે. કોઈ
સ્થળમાં રહ્યો, કોઈ ક્ષેત્રમાં રહ્યો, કોઈ કાળમાં રહ્યો (છતાં) પરરૂપે (આત્મા) થયો જ નથી. જ્યાં
રાગરૂપે થયો નથી (અરે! એક સમયની પર્યાયરૂપે થયો નથી) આહા... હા! એ તો ચેતનચમત્કાર!
રતન દીવડો- (જેમ) રતનનો દીવડો અંધારા રૂપે થયો જ નથી. એમ ભગવાન ચેતનરતન જેણે
સ્વનો આશ્રય લઈને બધી એકાંતદ્રષ્ટિનો નાશ કર્યો એને અનેકાંત ચેતનરતન દીવડો એવો ને એવો
રહે છે! આહા... હા! આ સમ્યગ્દર્શન ને (સમ્યક્) જ્ઞાનની વાત છે આ. સમજાણું કાંઈ? આહા... હા!
અવિચલિત ચેતનાલિવાસ - જ્ઞાનચેતના, જ્ઞાનચેતના જાગી એનો વિલાસ થયો, ચળે નહીં એવી
ચેતના વિલાસ (પ્રગટી). આરે! આવી વાતું કેવી (અપૂર્વ)! ચળે નહીં એવો અવિચલિત
ચેતનાલિવાસ! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ચેતનાનો વિલાસ (છે). રાગાદિનો અનુભવ તે
અચેતનાનો વિલાસ (છે). જડનો વિલાસ છે. આહા.. હા! ભગવાન આત્મા, પૂર્ણાનંદના નાથને જ્યાં
અવલંબ્યો-આશ્રય કર્યો-એ અવિચલિત ચેતનાવિલાસ માત્ર આત્મવ્યવહાર (છે). આ (આત્માનો)
વ્યવહાર ઓલો વ્યવહાર દયા, દાનના વ્યવહારની તો અહીંયાં વાતે ય નથી. આહા... હા! (આ)
આતમવ્યવહાર, આતમવ્યવહાર ઈ...! ઈ તો વળી ચિઠ્ઠીમાં છે ને...! ‘પરમાર્થવચનિકા’ માં છે.
મોક્ષમાર્ગ વ્યવહારે કહ્યો એ અપેક્ષાએ ચેતનાવિલાસ સમ્યગ્દર્શન-જ્ઞાનને (નિશ્ચય) કહેવાય પણ
દ્રવ્યની અપેક્ષાએ (એ સમ્યગ્દર્શન- જ્ઞાન - મોક્ષમાર્ગને વ્યવહાર કહેવામાં આવે છે). ભગવાન
પૂર્ણાંનંદનો નાથ! એમાં પરિણમન થયું, પરિણમન થયું એ પર્યાય જ વ્યવહાર છે. આહા... હા! આવી
વાતું હવે (સંતોની)! ત્રણ લોકનો નાથ પરમાત્માનો આ પોકાર છે ભાઈ! તારે માટે પોકાર છે
પ્રભુનો! આહા... હા! ભાઈ, અંદર ચેતન પડયો છે ને પ્રભુ ભગવાન (ધ્રુવ છે ને...!) એનો વિલાસ
એની પર્યાયમાં (નવો પ્રગટે છે) દ્રવ્યમાં તો (શક્તિરૂપે) હતો જ શુદ્ધ. પણ હવે (એનું લક્ષ થતાં)
પર્યાયમાં ચેતનાવિલાસ આવ્યું. સ્વભાવનો આશ્રય લેતાં જે (સમ્યક્) દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રગટયું
એ ચેતનાનો