બુદ્ધિ) છોડી દીધી, એને એકાંતદ્રષ્ટિનો નાશ થઈ જાય છે અને એકાંતદ્રષ્ટિવાળું (આત્મ) તત્ત્વ, એવું
ને એવું શોભાયમાન પ્રગટ થાય છે. આવી ઝીણી વાતું છે પ્રભુ! શું કરીએ? (આવી તત્ત્વની વાત ન
સમજે તો!) આહા... હા! પરમાત્મા, જિનેશ્વરદેવ, ત્રિલોકનાથની આ વાણી છે. જગતને સાંભળવા
મળે નહીં... અરે... રે... આહા... હા! શું અનંતકાળ ગયા રખડવામાં (અહા... હા! સંતોની વીતરાગી
વાણી!)
પર્યાય નિર્મળ વીતરાગી છે. એ ચેતનાવિલાસ છે. એ ચેતનાવિલાસ એ આત્માનો વ્યવહાર છે. દયા,
દાન ભક્તિ-ભક્તિ, જાત્રા-જાત્રા એ આત્માનો વ્યવહાર નથી. આહા... હા! અરે... રે! (વ્યવહારના
પક્ષવાળાને) આકરું લાગે! શું થાય પ્રભુ! કોઈની (લાગણી દુભાય એ માટે આ વાત નથી પણ
વસ્તુસ્થિતિ - વસ્તુસ્વરૂપ આ છે). ગાથા તે ગાથાઓ છે ને...! (ટીકા તે ટીકાઓ કેવી સરસ છે!)
એકવાર પ્રભુ સાંભળ તો ખરો! કે પ્રભુ, તારી ચીજ અંદર ચૈતન્યના અનંતગુણના ભારથી ભરેલી
છે!! આહા... હા! એને રાગ ન હોય, પુણ્ય, દયા, દાન, વ્રત (શુભ વિકલ્પ) એને ન હોય ભાઈ! એ
બધો વિકાર છે. (અને આત્મા તો વીતરાગી, નિર્વિકલ્પ, નિર્વિકારી, શુદ્ધ અભેદતત્ત્વ છે). એ
નિર્વિકારી ભગવાન એનો જ્યાં આશ્રય લીધો, અંદરમાં. ત્યારે ચેતનાવિલાસ અવિચલદશા પ્રગટ થઈ.
અતીન્દ્રિય આનંદના સ્વાદ લેતી એ દશા પ્રગટ થઈ. એને અહીંયાં જે સમ્યગ્દર્શન - જ્ઞાન ચારિત્ર
(ની દશા) થઈ (તેને) ધર્મ કહે છે. આહા... હા! અતીન્દ્રિય આનંદના સ્વાદ લેતી દશા અવિચલ
ચેતના પ્રગટ થઈ. ઈ (પર્યાય) એને અમે કહીએ છીએ આત્માનો વ્યવહાર. આ તો ઓલા જાત્રા
કરવી, ભક્તિ કરવી, ને પૂજા કરવી, દયા, દાન, વ્રત, ઉપવાસ કરવા એ બધો વ્યવહાર છે. (એમ
અજ્ઞાની માને છે) એ તો વ્યવહાર નથી (બાપુ! એ તો અસદ્ભૂત કથન છે. એ... એ... એ... તારો
આત્માનો વ્યવહાર નહીં, એ તો જડનો વ્યવહાર છે બાપુ! આકરું પડે પ્રભુ! (તો પણ) તારી
પ્રભુતાને મોળપ ન આપ, ભાઈ! (તારામાં તારી) જેટલી પ્રભુતા છે તેટલી તેને રાખ એને પર્યાયાં
પણ ‘હું છું’ એટલો ન માન. (એમાં તારું હિત છે). આહા.. હા!
આનંદનો વિલાસ આવ્યો એ ચેતનાવિલાસ છે. એને અમે આતમવ્યવહાર કહીએ છીએ. પરમાત્માનો
આ પોકાર છે, જિનેશ્વર દેવ ત્રિલોકનાથનો આ પોકાર છે (એ) દિવ્યધ્વનિમાં ઇન્દ્રો અને ગણધરોની
સમક્ષમાં આ વાત (વાણી) હતી એ સંતો જગત પાસે જાહેર કરે છે. આહા... હા... હા!
દેરાસર જાય, જાત્રાએ