Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 77 of 540
PDF/HTML Page 86 of 549

 

background image
ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૭૭
જાય, કોઈ કોઈ વખતે એમાં કોઈ શુભભાવ થાય, પુણ્ય (બંધાય). એ પુણ્ય તે તો અધર્મ છે એ ધર્મ
નથી. (કારણ કે બંધનભાવ છે). આ વાત બેસે કેમ? બાપા! આહા... હા! બાપુ, તને શલ્ય રહી
ગયા ભાઈ! એકાંતદ્રષ્ટિનું શલ્ય રહી ગયું છે. રાગને લઈ ચેતનને કંઈ લાભ થાય ધર્મનો. (એટલે
શુભરાગથી ધર્મ થાય). એકાંતદ્રષ્ટિનું મિથ્યાત્વનું તને શલ્ય રહી ગયું છે. એ ચેતનના વિલાસમાં
રહેતાં એ શલ્ય નીકળી જાય છે. આહા... હા! સમજાણું કાંઈ...?
(કહે છે) આ તો ફકત આત્મવ્યવહાર ઉપર વજન છે અહીંયાં. ભગવાન પૂર્ણ અમૃતનો સાગર
છે પ્રભુ! સર્વજ્ઞ પરમાત્માને જે (પૂર્ણ) આનંદ પ્રગટયો, કેવળીને (પ્રગટયો) ક્યાંથી આવ્યો પ્રભુ એ
આનંદ? શું બહારથી (ક્રિયાકાંડમાંથી) આવે છે? અંદરમાં ભર્યો છે ભાઈ! પ્રાપ્તની પ્રાપ્તિ છે. કૂવામાં
હોય એ અવેડામાં આવે છે એમ આ બધા આત્મામાં ભગવાન (બિરાજે) છે અંદરમાં! અનંત-અનંત
જ્ઞાન અને આનંદથી ભરેલા પ્રભુ છે (સૌ) એનો (આત્મતત્ત્વનો) આશ્રય લેતાં- એનું અવલંબન
લેતાં જે ચેતના આનંદ અને શાંતિ પ્રગટ થાય તેને અમે આત્માનો વ્યવહાર કહીએ છીએ. આત્મા જે
ત્રિકાળી છે તે નિશ્ચય છે અને તેનો અનુભવ કરવો. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર (ની) નિર્વિકારી દશા
જે દયા, દાન, વ્રત (આદિના પરિણામ (વિકલ્પ) રહિત અને અહીંયાં આત્મવ્યવહાર કહે છે. છે?
પછી જરી વાત છે પણ વખત થઈ ગયો છે. સમજાણું? આહા... હા!
વિશેષ કહેશે...