(ગઈકાલે).
ત્રિકાળી દ્રવ્યસ્વભાવનો સ્વીકાર કરી, અને જે શ્રદ્ધા-જ્ઞાન ને ચારિત્રની જે નિર્વિકારી દશા પ્રગટ થાય,
તે અવિચલિત ચેતનાવિલાસ આત્માનો વ્યવહાર છે. આહા... હા! આવી વાત! જગતને તો
(સમજવી) આકરી પડે! (અને આ કરવું સહેલું લાગે) દયા, દાન, વ્રત, ભક્તિ, તપ અને પૂજાનો
ભાવ (પણ) એ બધો તો રાગ છે, એ આત્મવ્યવહાર નથી, એ તો મનુષ્યનો વ્યવહાર છે. આહા...
હા! (આ વાત ગળે ઊતારવી) આકરું કામ...! જગતને! ક્યાં બિચારા શું કરે? (સુખતત્ત્વ) મળતું
નથી! અરે, અનંત કાળ થયા ચેતનવસ્તુ અંદર અનંત ગુણનો ભંડાર, અનંત ચૈતન્યરત્નોથી
(ગુણોથી) ભરેલો પ્રભુ (છે)! જેમાં દાન, વ્રત, ભક્તિના પરિણામ જે શુભ છે તે પણ નથી. એવા
ધર્મીને એટલે આત્માને અવલંબીને, ઝીણી વાત છે પ્રભુ! એવો જે ભગવાન આત્મા બિરાજે છે અંદર
બધાને એની અવિચલિત ચેતનાવિલાસ માત્ર (એટલે) અંતરના અનુભવની દ્રષ્ટિ (જે થઈ)
ચેતનસ્વભાવને અનુસરીને થતી નિર્મળ પરિણતિ, નિર્મળ પર્યાય, એ અવિચલિત (એટલે) ન ચળે
એવી ચેતનાવિલાસ માત્ર-જેમાં દયા, દાન, વ્રત, ભક્તિનો વિકલ્પ નથી - કારણ કે એ તો બધા
પુણ્યબંધના કારણ ને, ખરેખર તો એ અધર્મ છે. અર.. ર! આવી વાત હવે. (વ્યવહારના પક્ષવાળા)
કેમ સહન કરે? અત્યારે એને ધર્મ માનીને સંપ્રદાય ચાલે છે! આહા... હા!
૯૬-૯૭માં સ્વરૂપ અસ્તિત્વ અને સાદ્રશ્ય અસ્તિત્વ) અસ્તિ સામાન્ય, છે. ... છે... છે..! ઝીણી વાત
છે પ્રભુ! (સમજાણું કાંઈ...?)
સમ્યગ્દર્શન - જ્ઞાન- ચારિત્ર (પ્રગટે છે) નિશ્ચય સાચા સમ્યગ્દર્શન - જ્ઞાન -ચારિત્ર (પર્યાયમાં
પ્રવાહ પ્રગટયો) એ સ્વભાવને આશ્રયે અવલંબીને થાય (છે). (અનુભૂતિની) આવી વાત છે પ્રભુ!
એ “અવિચલિત ચેતનાવિલાસ છે.” (અહીંયાં) ચેતના વિલાસ “માત્ર” કેમ કહ્યું? કે એમાં વ્રત ને
તપ ને ભક્તિ ને પૂજાના વિકલ્પનો જરીએ સંબંધ નથી એને (માટે ચેતના વિલાસ “માત્ર” કહ્યું છે)
એ બધા (વિકલ્પો) બંધના કારણ, સંસાર, છે. આહા... હા! ... હા! (જીવો આમ ન સમજે તો) શું
થાય? (અજ્ઞાનને કારણે) અનંત કાળથી રખડે છે ચોરાશી (લાખ) ના અવતારમાં! આમ
કરોડાધિપતિ હોય, ઈ મરીને પશું (માં જાય) બોકડો થાય, ગધેડો થાય. આહા... હા!