થાય એય (કેટલાકને) નથી. એને એકલાં પાપના પરિણામ (થાય છે). પ્રભુ તું ક્યાં રહી ગયો એક
કોર! (એટલે કે ધર્મથી બીજી કોર). આહા... હા!
ગુણની પડી છે. (ધ્રુવ છે). એને અવલંબીને -એનો આશ્રય કરીને, જે નિર્મળ સમ્યગ્દર્શન ને નિર્મળ
જ્ઞાન ને નિર્મળ શાંતિ-ચારિત્ર (રૂપ) એ આત્માની નિર્મળ પર્યાય એને અહીંયાં
આડે નવરાશ ન મળે. ધંધાથી નવરો થાય તો છ - સાત કલાક ઊંઘમાં જાય. (બાકીનો સમય)
બાયડી - છોકરાને સાચવવામાં - રાજી કરવામાં જાય. અર... ર! કેદી’ આ (પોતાનું હિત) કરે! શું
કરે આ...? અનંત અનંત કાળ થ્યો પ્રભુ પરિભ્રમણ કરતાં (કરતાં છતાં થાક લાગતો નથી!) એ
પરિભ્રમણને ટાળવાનો ઉપાય આ એક છે. આહા... હા! કે જે ભગવાન આત્મા પૂર્ણાનંદ, અનંત
ગુણનો ઢગલો, રાશિ પડી છે ઈ. એનું અવલંબન લેતાં, એનો આશ્રય કરતાં, એનો શ્રદ્ધા- જ્ઞાનમાં
સ્વીકાર કરતાં, જે શ્રદ્ધા-જ્ઞાન ને શાંતિ પ્રગટ થાય તેને અહીંયાં ‘અવિચલિત’ ન કરતાં, એનો શ્રદ્ધા-
જ્ઞાનમાં સ્વીકાર કરતાં, જે શ્રદ્ધા-જ્ઞાન ને શાંતિ પ્રગટ થાય તેને અહીંયાં ‘અવિચલિત’ ન ચળે એવી
ચેતનાવિલાસ (કહેવામાં આવે) છે. દ્રવ્ય ન ચળે! આહા...હા! ભગવાન વસ્તુ ત્રિકાળી પરમામસ્વરૂપ
છે. સ્વભાવ અને શક્તિ તો પરમાત્મસ્વરૂપ છે. એ કોઈ દી’ ચળે નહીં. એ જેમ ચળે નહીં તેમ તેને
આશ્રય લીધેલી દશા પણ ચળે નહીં. આહા... હા! સમજાણું કાંઈ? આવી વાત છે પ્રભુ! શું થાય...?
વીતરાગ પરમાત્મા! ત્રિલોકનાથની અકષાય કરુણા છે!! હેં! અકષાય કરુણા છે પ્રભુ!!
તારામાં એ નથી. એ તારામાં નથી, તારા નથી. તું ત્યાં નથી. જ્યાં તું છે ત્યાં તે રાગ નથી. આહા...
હા... હા! આવી વાત! અમૃત જેવી મીઠી છે.) એ અવિચલિત ચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહારને
વ્યવહાર કહીએ. આત્મા જે ત્રિકાળી નિશ્ચય વસ્તુ છે. સત્-સત્ (છે). સચ્ચિદાનંદ પ્રભુ (છે). સત્
શાશ્વત, જ્ઞાન ને આનંદ આદિ સ્વભાવનો સાગર છે એને નિશ્ચય કહીએ એને પરમસત્ય કહીએ, ત્યારે
તેનો આશ્રય લઈને જે દશા પ્રગટી છે તેને આત્માનો વ્યવહાર કહીએ. આહા.. હા! આવી વાત
(નિશ્ચય-વ્યવહારની) છે પ્રભુ! શું થાય ભાઈ! બધી ખબર છે દુનિયાની (કે દુનિયા શું માને છે)
બધી ખબર (શું) નથી! કેમ ચાલે છે ને દુનિયા (માં) બધી ખબર છે. છાસઠ વરસથી તો નિવૃત્તિ
છે. દીક્ષા (લીધી.) (કહેવાય છે કે) દીક્ષા લીધી પણ સ્થાનકવાસીમાં તો દીક્ષા હતી જ કેદી’?
આહા... હા! હજી તો (એને) સમ્યગ્દર્શન કોને કહેવું? ખબર ન મળે. ત્યાં દીક્ષા કેવી? દખ્યા હતી.
(એટલે દુઃખ હતું) રાગને ધરમ માનવો એ દુઃખ (હતું) દુઃખી, દુઃખી છે! આહા... હા!
ભગવંત ને આવા ભવી ને...! નિયમસારમાં છે ચાર પાંચ બોલ છે. છે આંહી? (શાસ્ત્ર),
(‘નિયમસાર’ ગાથા-પાંચ ઉપરના શ્લોક