Pravachansar Pravachano (Gujarati). Gatha: 95.

< Previous Page   Next Page >


Page 87 of 540
PDF/HTML Page 96 of 549

 

background image
ગાથા – ૯પ પ્રવચનસાર પ્રવચનો ૮૭
હવે દ્રવ્યનું લક્ષણ દર્શાવે છેઃ–
अपरिच्चत्तसहावेणुप्पादव्वयधुवत्तसंबद्धं
गुणवं च सपज्जायं जं तं दव्वं ति बुच्चंति।। ९५।।
अपरित्यवक्तस्वभावेनोत्पादव्ययध्रुवत्वसंबद्धम् ।
गुणवच्च सपर्यायं यत्तदृद्रव्यमिति ब्रुवन्ति।। ९५।।
છોડયા વિના જ સ્વભાવને ઉત્પાદ– વ્યય – ધ્રુવયુક્ત છે,
વળી ગુણ ને પર્યય સહત જે, “દ્રવ્ય” ભાખ્યું તેહને. ૯પ.
ગાથા–૯પ.
અન્વયાર્થઃ– [अपरित्यक्तस्वभावेन] સ્વભાવને છોડયા વિના [यत्]
[उत्पादव्ययधु्रवत्वसंबंद्धम्] ઉત્પાદ-વ્યય- ધ્રૌવ્યસંયુક્ત છે [च] તથા [गुणवत् सपर्यायं] ગુણવાળું
ને પર્યાય સહિત છે. [तत्] તેને (द्रव्यम् इति) ‘દ્રવ્ય’ [ब्रुवन्ति] કહે છે.
ટીકાઃ– અહીં (આ વિશ્વમાં) જે, સ્વભાવભેદ કર્યા વિના, ઉત્પાદ-વ્યય-ધ્રોવ્યત્રયથી અને ગુણ
પર્યાય દ્વયથી લક્ષિત થાય છે, તે દ્રવ્ય છે. તેમાં (સ્વભાવ, ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય, ગુણ ને પર્યાય એ છ
શબ્દો કહ્યા તેમાં), દ્રવ્યનો સ્વભાવ અસ્તિત્વસામાન્યરૂપ અન્વય. અસ્તિત્વ બે પ્રકારનું કહેશેઃ (૧)
સ્વરૂપ-અસ્તિત્વ અને (૨) સાદ્રશ્ય - અસ્તિત્વ. ઉત્પાદ તે પ્રાદુર્ભાવ (અર્થાત્ પ્રગટ થવું, ઉત્પન્ન
થવું); વ્યય તે પ્રચ્યુતિ (અર્થાત્ ભ્રષ્ટ થવું, નષ્ટ થવું); ધ્રૌવ્ય તે અવસ્થિતિ (અર્થાત્ ટકવું). ગુણો તે
વિસ્તારવિશેષો. તેઓ સામાન્ય - વિશેષાત્મક હોવાથી બે પ્રકારના છે. તેમાં, અસ્તિત્વ, નાસ્તિત્વ,
એકત્વ, અન્યત્વ, દ્રવ્યત્વ, પર્યાયત્વ, સર્વગતત્ત્વ, અસર્વગતત્ત્વ, સપ્રદેશત્વ, અપ્રદેશત્વ, મૂર્તિત્વ,
સક્રિયત્વ, અક્રિયત્વ, ચેતનત્વ, અચેતનત્વ, કર્તુત્વ, અકર્તુત્વ, ભોકતૃત્વ, અભોકતૃત્વ, અગુરુલઘુત્વ
ઇત્યાદિક સામાન્યગુણો છે; અવગાહહેતુત્વ, ગતિનિમિત્તતા, સ્થિતિકારણત્વ, વર્તનાયતનત્વ, રૂપાદિમત્વ,
ચેતનત્વ ઇત્યાદિક વિશેષગુણો છે. પર્યાયો તે આયતવિશેષો, તેઓ પૂર્વે જ (૯૩મી ગાથાની ટીકામાં)
કહેલા ચાર પ્રકારના છે.
દ્રવ્ય તે ઉત્પાદાદિક સાથે અથવા ગુણપર્યાયો સાથે લક્ષ્ય - લક્ષ્ણભેદ હોવા છતાં સ્વરૂપ ભેદ
નથી, સ્વરૂપથી જ દ્રવ્ય તેવું (ઉત્પાદાદિવાળું અથવા ગુણપર્યાયવાળું) છે - વસ્ત્રની જેમ.
---------------------------------------------------------------------------------------------
૧. ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યત્રય
=ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય-એ ત્રણનો સમૂહ)
૨. ગુણપર્યાય દ્રય=ગુણ ને પર્યાય-એ યુગલ (બેનો સમૂહ)
૩. લક્ષિત થાય છે = લક્ષ્યરૂપ થાય છે; ઓળખાય છે (૧) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તથા (૨) ગુણ - પર્યાય તે લક્ષણો છે અને દ્રવ્ય ને
લક્ષ્ય છે.)
૪. ‘છે, છે, છે’ એવો એકરૂપ ભાવ દ્રવ્યનો સ્વભાવ છે. (અન્વય=એકરૂપતા;સદ્રશભાવ).