Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 86 of 540
PDF/HTML Page 95 of 549

 

background image
ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૮૬
(આત્મારૂપ વર્તન) છે. એ આત્માનું વર્તન છે. આહા... હા.. હા..! એ ઉપવાસ કરું છું ને વ્રત લીધાં
છે ને (પણ) વ્રત એટલે સંવર, તપ (એટલે) નિર્જરા. (એ વ્રત ને ઉપવાસના શુભવિકલ્પ નહીં) એ
પરદ્રવ્યના ગ્રહણત્યાગ (માં) મિથ્યાદ્રષ્ટિ રોકાઈ ગ્યો ત્યાં. “માત્ર અચલિત ચેતના ચેતના ભગવાન.
ચળે નહીં એવી ચેતનાપર્યાય, જે સ્વદ્રવ્યના આશ્રયે થાય. એમ માનવું- પરિણમવું તે આત્મવ્યવહાર
(છે). આત્માનું વર્તન છે.
“જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે” શરીર મારું, વાણી મારી, હું રૂપાળો, મારું શરીર મજબૂત
લઠ્ઠ જેવું, મારું શરીર પાતળું સાંઠી જવું, અરે શરીર (તારું) હતું કેદી’ આ તો માટી છે. એ આત્માનું
હતું કેદી’ ને આત્મામાં છે કેદી’ ...? મારી કાઠી પાતળી છે એમ કહે છે.... ને! અને મારું લઠ્ઠ જેવું
(શરીર). આહા... હા! (એમ)
“જેઓ મનુષ્યાદિપર્યાયમાં લીન છે, તે એકાંતદ્રષ્ટિવાળા લોકો
મનુષ્યવ્યવહારનો આશ્રય કરતા હોવાથી રાગીદ્વેષી થાય છે.” મિથ્યાત્વની શ્રદ્ધામાં તે રાગી દ્વેષી
થાય છે.
“અને એ રીતે પરદ્રવ્યરૂપ કર્મ (કાર્ય) સાથે સંબંધ કરતા હોવાથી તેઓ પરસમય છે.
પરસમય એટલે મિથ્યાદ્રષ્ટિ છે. અનાત્મા છે. આહા.. હા.. હા! “અને જેઓ ભગવાન
આત્મસ્વભાવમાં જ સ્થિત છે.”
ભગવાન આત્મા...! ભાષા આમ કરી જોઈ..? ભગવાન આત્મા
સ્વભાવ, શુદ્ધ ચેતન આનંદ જ્ઞાતા- દ્રષ્ટા - આનંદ- એમાં જે - સ્વભાવમાં જ સ્થિત છે. “તે
અનેકાંતદ્રષ્ટિવાળા”
. કો હવે આને અનેકાંત કહે..! ઓલા (અજ્ઞાની કહે) આને ય માનો ને આને
ય માનો અનેકાંત, વ્યવહારથી ય થાય ને નિશ્ચયથી પણ થાય એ અનેકાંત (એમ એ કહે છે) અહીંયાં
કહે છે કે વ્યવહારથી ન થાય અને નિશ્ચયથી જ થાય એનું નામ અનેકાંત છે. બહુ ફેર બાપુ...! નવા
સમજનારને તો એવું લાગે કે... નહીં! શું આ તે (કહે છે) આ તે કંઈ જૈન ની વાત છે...? (જૈનમાં
તો) દયા પાળો છ -કાયની (એવી વાત હોય, આ નિશ્ચય - વ્યવહારની વાત..!) સંવત્સરી ઉપર
કાગળ લખે તો (આ લખે કે) છ કાયના પિયર, છ કાયના, રખવાળ, છ કાયના ગોવાળ, (એમ
લખે) નહીં..? કાગળમાં લખતાં ને સંવત્સરીને દી’? આહા... હા...! કોના ગોવાળ (ને કોના
રખવાળ) બાપા..! આહા... હા! “તે અનેકાંતદ્રષ્ટિવાળા લોકો મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ
કરતાં”
રાગ છે જે વ્યવહારનો- દયા, દાનનો તેનો આશ્રય નહિં કરતાં “આત્મવ્યવહારનો આશ્રય
કરતા હોવાથી રાગી દ્વેષી થતા નથી.”
આહા...! એ ‘જ્ઞાતા-દ્રષ્ટા’ ના ભાવમાં રહે છે. “અર્થાત્
પરમ ઉદાસીન રહે છે.” અને એ રીતે પરદ્રવ્ય (સ્વ) રૂપ કર્મ (કાર્ય) સાથે સંબંધ નહિ કરતાં,
કેવળ સ્વદ્રવ્ય સાથે જ સંબંધ કરતા હોવાથી તેઓ સ્વસમય (આત્મા) છે.
આહા... હા...! આવી
વ્યાખ્યા (છે). ઓલી તો (વ્યાખ્યા કરે) કે ત્રસ કોને કહીએ...? કે હાલે-ચાલે એને ત્રસ જીવ
કહીએ. સ્થાવર (જીવ) કોને કહીએ...? કે સ્થિર રહે તેને સ્થાવર (કહે છે). અહીંયાં કહે કે આત્મા
એને કહીએ કે જે પુણ્ય - પાપપણે ન પરિણમે અને શુદ્ધવીતરાગ (ભાવ) પણે પરિણમે એને આત્મા
કહીએ અરે... રે..! આ (અજ્ઞાની જનો સાથે) ક્યાં મેળ ખાય...? એ ભાઈ...? કલકત્તામાં ક્યાંય ન
મળે..! (આ વાત) કલકત્તામાં ધૂળ (પૈસો) છે. આહા...! એ ચોરાણું ગાથા થઈ. હવે પંચાણું (ગાથા).
વિશેષ આવશે....