શરીર, વાણી આદિની ‘સમસ્ત ક્રિયાઓ હું કરું છું’ પરની દયા પાળું છું, પરને મદદ કરું છું, પરને
સુખી કરું છું, પૈસા આપીને બધાને સગવડ આપું છું એ બધી માન્યતા મિથ્યાદ્રષ્ટિ - અજ્ઞાનીની છે.
આહા... હા! પરની ક્રિયા - શરીરાદિની, કાંઈ કરી શકતો નથી. (અચરજ એ છે કે) આખો દી’ કરે
ને કહે કરી શકતો નથી. ભાઈ તને (કોણ) કરે એ ખબર નથી! આહા... હા? પગ હાલે જમીન પર,
એ પગ જમીનને અડતો નથી. પ્રભુ તને (આ ગળે ઊતારવું) આકરું લાગશે. વીતરાગ મારગ એવો
છે. એ જમીનને પગ અડતો નથી એમ ત્રણ લોકના નાથનો પોકાર છે. કેમ કે એક દ્રવ્યને બીજા દ્રવ્ય
વચ્ચે અત્યંત-અભાવ છે. કેમ બેસે ભાઈ તને! પડખે ચડયો નથી સત્ને!! અસત્ના પડખાં સેવ્યાં
છે. એ... . આ જમીનને અડયા વિના પગ હાલે! આ પુસ્તક આને લઈને (ઠવણીને) લઈને રહ્યું છે
ઉપર, એમ નહીં. (એ પુસ્તકના પરમાણુ) એમાં આધાર નામનો ગુણ (છે) એને લઈને આમ ઉપર
રહે છે. (ઠવણીને) લઈને નહી. આ હોઠ હલે છે એ આત્માની ઈચ્છાથી નહીં. આહા... હા! (આવી
વસ્તુ-સ્થિતિ છે પણ) અજ્ઞાની એવી સમસ્ત ક્રિયાઓને હું કરુંછું (એવો અભિપ્રાય અનાદિથી સેવે
છે).
હા! (લોકો કહે છે) કેવો કર્મી જાગ્યો છે! એનો પુત્ર કર્મી છે.
માટી - શરીર જુદું છે ને આત્મા જુદો છે. ક્યાંથી આવ્યો દીકરો? અરે રે (મિથ્યા ભ્રમણા) દીકરાવને
(વળી) પરણાવે. પરણાવે ત્યારે ઓલો (દીકરો) પગે લાગે એના બાપને. ઠીક માને કર્યું છે એવું
કહેવામાં આવે. નાખ્યો. જેલમાં નાખ્યો મને (છતાં વળી) પગે લાગે મોટા બાપ હોય દાદા હોય
(એને). સાસરો બેઠો હોય તો એને પગે લાગે... આહા... હા... હા... શું છે પ્રભુ આ તે...? ગાંડપણ
શું છે આ...? (અહીંયાં) કહે છે સ્ત્રી-પુત્ર-ધન-કપડાં એને ગ્રહણ કરું ને એને છોડું. એ માન્યતા
મિથ્યાત્વ છે. પરદ્રવ્યના ગ્રહણત્યાગ (આત્મ) સ્વરૂપમાં છે જ નહીં, આત્મામાં એક (એવો) ગુણ છે.
“ત્યાગોપાદાનશૂન્યત્વશક્તિ” પરમાત્માનું વચન છે. આત્મા, પરમાણુથી માંડી કોઈપણ લક્ષ્મી સ્ત્રી,
કુટુંબ, પરિવાર કે કોઈ દ્રવ્ય એને ગ્રહ્યા નથી કે એને તું છોડતો નથી. એના ત્યાગગ્રહણરહિત તારું
સ્વરૂપ છે. આહા... હા.... એને ઠેકાણે ગ્રહણત્યાગનો હું સ્વામી છું એમ માને - આટલું મેં છોડયું,
આમ છોડયું, પાંચ હજાર (રૂપિયા) દાનમાં આપ્યા હતા, ફલાણું (ધનાદિ) ભેરું કર્યું’ તું વકીલાત
કરી અને મેં તે છોડી દીધી (એવી માન્યતા હોય તો.) એ મૂઢ છે. વકીલાત કોણ કરે..? એ તો ભાષા
(ની પુદ્ગલની પર્યાય છે.) આહા... હા... એ ભાઈ..! આ જજ રહ્યા. છોડીને બેઠા હવે...! હજી ક્યાંક
જવાના છે કહે છે.
થાય એ મૂઢ છે. આહા.. હા!