Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 84 of 540
PDF/HTML Page 93 of 549

 

background image
ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૮૪
આનંદનો નાથ, પ્રભુ! શુદ્ધ ચેતનઘન એ ચૈતન્યઘનપણે પરિણમે શુદ્ધપણ પરિણમે છે!! આહા.... હા!!
સમજાણું કાંઈ? એને આત્મા કહેવામાં આવે છે.
હવે આવી ભાષા! “માટે સ્વસમય જ આત્માનું તત્ત્વ છે” લ્યો! સરવાળો, માટે સ્વસમય
એટલે શુદ્ધ ચેતનપવિત્રનું પરિણમન, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચરિત્ર જે વીતરાગી પર્યાય, એ સ્વસમય જ
આત્માનું તત્ત્વ છે.
એ (જ) આત્માનું તત્ત્વ છે. એ આત્માનો ભાવ છે! આહા... હા! આવી રીતે તો
કર્યું છે (ધર્મીએ પરિણમન) માટે - આ કારણે ‘સ્વસમય જ આત્માનું તત્ત્વ છે”. આ તો
પરિણમનને (આત્માનું તત્ત્વ) લીધું ભાઈ! કારણ કે આત્મા તો છે શુદ્ધ આનંદધન પણ છે એવું
પરિણમન ન કરે ત્યાં સુધી સ્વસમય ન થ્યું (પણ પરિણમન થયું) ત્યારે એને આત્માનું તત્ત્વ કહ્યું.
આહા... હા.. હા.! તત્ત્વાર્થ (એટલે અર્થ, દ્રવ્ય એનું પરિણમન તે તત્ત્વ, ભાવ એ આત્માનું તત્ત્વ છે.
આરે...! વળી આકરી વાતું! હવે આંહી દુકાનના ધંધા આડે નવરાશ નહીં. આખા દિ’ માં કલાક મળે
તો સાંભળવા જાય ક્યાંક અને દેરાવાસી હોય તો ભક્તિ કરે, પૂજા કરે પછી તેવીસ કલાક દુકાન,
સૂવામાં, રાજી કરવામાં-બાયડી છોકરાંને રાજી કરે અરેરે! પ્રભુ! ન્યાં તો પુણ્યના ય ઠેકાણાં નથી!
આહા.. હા! અહીંયાં તો પુણ્ય (ભાવ) છે એ પણ આત્મતત્ત્વ નહીં. આત્મતત્ત્વ તો એને કહીએ કે
વીતરાગી સ્વભાવરૂપ પરિણમન કરે તેને આત્મતત્ત્વ કહીએ. આહા... હા! વાદ-વિવાદે તો કાંઈ પાર
પડે એવું નથી. (અનુભવથી પાર પડે એવું છે). ઓલો દેરાવાસી (સાધુ) આવ્યો તો ને...! એનું
લખાણ આવે છે. (સોનગઢથી) વિરૂદ્ધ. ઘણું જોયું (છે)! (વિરુદ્ધતા) દિગંબરમાં નાખે બધી. (એ
સાધુ) લીંબડીમાં આવ્યો’ તો. જીવા પ્રતાપનો ભત્રીંજો. લીંબડી આવ્યો’ તો ત્યાં બે - ત્રણ સાધુ
(સાથે ને) બે-ત્રણ ગૃહસ્થ હતા સાથે ને (એ કહે) આપણે (સાથે બેસીને) વિચાર કરીએ. (મેં)
કીધું અમે વિચાર (વાદ-વિવાદ) કોઈ સાથે કરતા નથી. આ મેળ કોની સાથે થાય? (તો કહે)
તમારી આબરૂ શી? (કહ્યું) આંહી આબરૂ-આબરૂ છે કોની? (એ કહે) તમારૂં મોટું નામ ને ચર્ચાની
ના પાડો. એમ કરતાં એ છેલ્લે બોલ્યો. આ ચશ્મા વિના જણાય? આવી ગઈ ચર્ચા કીધું. આહા.. હા!
(ચશ્મા-આંખ) માટી છે જડ એનાથી જાણતો હશે આત્મા? (આત્માથી જ જણાય છે) (શ્રોતાઃ) તો
(ચશ્મા) ચડાવતા હશે શા માટે?
(ઉત્તરઃ) ઈ એની મેળાએ આવ્યું ને એની મેળાએ ચડે છે, આહા..
હા! જાણનાર - જાણનાર તે ચશ્માથી ને આ આંખોથી પણ જાણતો નથી. અરે... રે! આ કોડા છે ને
કોડા. જડ-માટી એનાથી જાણતો નથી. જાનનાર પોતે પોતાની દશામાં જાણનારને જાણે છે. આહા..
હા! એમાં આ બધું (વિરુદ્ધ લખાણ) આવે છે લાંબું- લાંબું ઓલી થોડી વાત હતી પંદર-વીશ
મિનિટની એના વિરૂદ્ધ દિગંબરનું આજે ય આવ્યું છે ‘કરુણાદીપ’ માં. આપણે તો એ વાંચતા ય નથી
એમાં ઈ. આ તો નામ ઉપર-ઉપરથી આહા.. હા..!
અહીંયાં કહે છે. પ્રભુ આત્માની અનંત પ્રભુતા, એ પ્રભુતાપણે પ્રભુત્વપર્યાયમાં પ્રભુતા થઇ
સમ્યગ્દર્શન-જ્ઞાન. નિર્વિકારી વીતરાગ (પર્યાય એ) આત્મતત્ત્વ છે. તે સ્વસમય છે.
(હવે ભાવાર્થઃ– ‘હું મનુષ્ય છું, શરીરાદિની સમસ્ત ક્રિયાઓ હું કરું છું.’ આ હાથ હાલે,
હલવાનું (થાય છે ને) પગ હાલે એ બધી ક્રિયા હું કરું છું. એ માન્યતા મિથ્યાદ્રષ્ટિની છે. એ અજીવને
જીવ માનનારા છે. અજીવ છે આ (શરીર) તો માટી (છે). (આ) હાથ આમ હાલે છે, પગ હાલે
(છે) એ તો જડની ક્રિયા છે. આત્માને લઈને (આ) હાથ - પગ હાલતા નથી ભાષા નીકળે છે એ
આત્માને લઈને નહીં.