થાય એને અનેકાંત કહીએ છીએ.” આવી વાત છે!! અરે, પ્રભુ જાણીએ, બધી (વાત) જાણીએ
છીએ, દુનિયા (આખી) બધાને જાણીએ બાપુ! અહીં તો નેવું વરસ થયાં આ શરીરને! નવું-નેવું કોને
કહે? આ તો શરાફની દુકાન છે. શરાફીનો વેપાર છે આંહી.
એમ આ દયા-દાન-વ્રત-તપમાં ધરમ મનાવે, ખોટો રૂપિયો છે તારો - આગળ નહીં હાલે, મરી જઈશ
ચાર ગતિમાં રખડીશ. આહા... હા! આવી વાતું હવે! એ લોકો બિચારા, બેસે નહીં એટલે એકાંત
કરીને (આ વાત) કાઢી નાખે બાપા! ભાઈ! તને ખબર નથી બાપુ, આ (જ) અનેકાંત છે. વસ્તુના
સ્વરૂપની શુદ્ધ પરિણતિ પ્રગટ કરવી. એ અંગીકાર કરવો અને રાગાદિને ઉત્પન્ન થવા ન દેવું, એ
અનેકાંત છે.
આશંકા કરશે કે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે મળીને છે; અહીં જ્ઞાનમાત્ર મોક્ષમાર્ગ
કહ્યો તે કઈ રીતે કહ્યો? તેનું સમાધાન આમ છે કે શુદ્ધ સ્વરૂપ જ્ઞાનમાં સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર
સહજ જ ગર્ભિત છે, તેથી દોષ તો કાંઈ નથી. ગુણ છે. ૧૦-૧૦૯.) બે ત્રણ ઠેકાણે છે. સમ્યગ્દર્શન
થતાં એ ત્રણેય ભેગાં આવી જાય છે. આવે છે ને...! અરે! પ્રભુ! આ તો ઊલટ - પલટની વાતું છે
બાપુ! અહા... હા! આ શરીરને વાણી જડ માટીનાં પૂતળાં છે, આ તો! મીણ જેમ ઓગળી જશે એમ
આ ઓગળી જવાના બાપા! આ તો જડધૂળ છે. અંદરમાં દયા, દાન, વ્રતના પરિણામ આવે, એને પણ
ધર્મી - પોતે અંગીકાર કરતો નથી. એનો આશ્રય કરતો નથી. આહા.... હા!
(ધર્મીએ દૂર કર્યો છે. ભગવાન આત્માનો પરિચય કર્યો છે. આહા... હા! આ તો પાગલ જેવું લાગે!
ગાંડા (થઈ) ગ્યા છે કે! ભાઈ, લાખ્ખો માણસ કયે (કહે) એ ખોટું? અને આ સાચું? (આડા!)
આ તો સત્ય છે સત્ય બાપા! એને - સત્ને કોઈ સંખ્યાની જરૂર નથી. બહુ માનનારા ઝાઝા (હોય)
તો સત્ય. એવું કાંઈ છે નહીં. આહા... હા! સત્ તો આ છે.
જ્યાં આવ્યો એણે પરનો સંગ છોડી દીધો. આહા... હા!
વીતરાગમૂર્તિ આત્મા (પ્રગટ અસંગ-નિઃસંગ છે) એમ પરમાત્માનો પોકાર છે. ‘કેવળ સ્વદ્રવ્ય’
જોયું..? એકલું સ્વદ્રવ્ય નહીં. ‘કેવળ સ્વદ્રવ્ય’ (કહ્યું) એક ભગવાન પૂર્ણાનંદ! ‘કેવળસ્વદ્રવ્ય’ સાથે
(સંગતપણું હોવાથી) આહા.. હા..! (અલૌકિક, દૈવી) ટીકા! સંગતપણું (અર્થાત્) પરિચય હોવાથી.
‘ખરેખર સ્વસમય થાય છે અર્થાત્ સ્વસમયરૂપે પરિણમે છે.” (નીચે ફૂટનોટમાં અર્થ આ પ્રમાણે છે)
‘જે જીવ સ્વ સાથે એકપણાની માન્યતાપૂર્વક (સ્વ સાથે) જોડાય તેને સ્વસમય કહેવામાં આવે છે’ .
એને સ્વસમય કહીએ. આહા.. હા! એટલે કે આત્મા