Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 82 of 540
PDF/HTML Page 91 of 549

 

background image
ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૮૨
વિકલ્પનને પોતાના માનતો નથી અને એને ભેટતો નથી. આવી વાતું (સ્વાનુભવની) છે!
આ તો એક વિચાર આવ્યો હતો કે આ (સરકારી નોકરો) પંચાવન કે અઠાવન (વરસે)
નોકરી છોડી દ્યે છે. આ વાણિયા ધંધા કરે તે પંચાવન વરસે નવરા થાતા નથી. એ ભાઈ! (શ્રોતાઃ)
એ તો સરકાર (નોકરી) છોડાવે છે એટલે છોડી દ્યે છે. જો સરકાર એને ચાંદલા કરે તો એ એંસીએ
ય ન છોડે!
(ઉત્તરઃ) પંચાવન વરસની ઉંમર થાય એટલે વીસ વરસથી પાકી ગણે હવે છોડી દ્યો.
આના ધંધા આડે બાપા પાંસઠ થાય તો ય છોડતો નથી માળો થાકતો જ નથી! દયા-દાનવ્રતના
પરિણામ સાધુ નામ ધરાવીને કરે એ ક્રિયા મારી છે (એમ માન્યતા કરીને) ભેટે મિથ્યાદ્રષ્ટિ છે.
અજ્ઞાની છે એ જૈન નથી. એને જૈનની ખબર નથી. આવી વાતું છે, બાપુ! આહા... હા... હા! આ તો
જંગલ છે. આમાં કોણ કોને? (કહી શકે?) વાડામાં હોઈએ તોઃ રહેવાય દ્યે નહીં!! આહા.. હા! અરે
આવું ક્યાં?
આહા... હા! કહે છે “જેમાં ક્રિયાકલાપને (ભેટવામાં આવે છે) ” દયા-દાન-વ્રત-તપ આદિ
વિનય પરમાત્માનો, દેવ-ગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ, એને માનવાનો (શ્રદ્ધાનો) રાગ, એ બધો
ક્રિયાકલાપ, રાગ છે. એને
“ભેટવામાં આવે છે એવા મનુષ્યવ્યવહારનો” એ મનુષ્યવ્યવહાર છે. એ
આત્મવ્યવહાર નહીં. “આશ્રય નહિ કરતા થકા” એનો આશ્રય નહિં કરીને. બે વાત થઈ. (એક)
આત્મવ્યવહારને અંગીકાર કરીને (અને બીજું) મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતા એમ અનેકાંત
કર્યું. સામે પુસ્તક છે ને ભાઈ! સોનગઢનું પુસ્તક નથી. આ તો ભગવાનની વાણીનું (‘પ્રવચન
સાર’) છે. સંતોએ જગતને જાહેર કર્યું છે. આહા... હા! જેને એ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ જે છે
એમાં જેને હોંશું આવે છે એ મિથ્યાદ્રષ્ટિ છે. એને જૈનની ખબર નથી. ‘જૈન’ તો એને કહીએ કે જે
જિનસ્વરૂપ! ‘ઘટ ઘટ અંતર જિન બસૈ, ઘટ ઘટ અંતર જૈન” એ જિનસ્વરૂપી પ્રભુની શ્રદ્ધા-જ્ઞાન ને
ચારિત્રની વીતરાગ દશા થવી તેને જૈન કહે છે. જિન. -જિન તો સ્વરૂપ છે. એનું. એની શ્રદ્ધા-જ્ઞાન
ને ચારિત્ર, નિર્વિકલ્પ અનુભવ (ની પર્યાય પ્રગટ થઈ) એને જૈન કહેવામાં આવે છે. બાકી બધા
અજૈન છે. (શ્રોતાઃ) નામધારી જૈન છે...! (ઉત્તરઃ) નામ અને ગુણમાં ફેર (છે.) જરા દાખલો
આપતાં એમાં... શું કહેવાય... એ કોથળી (માં) કરીયાતું. કરીયાતાની કોથળી (હોય) ઉપર નામ
આપે (લખે) સાકર. એટલે (કાંઈ કરીયાતું) સાકર થઈ જાય? (કદી ન થાય). અમે જૈન છીએ,
અમે સ્થાનકવાસી છીએ, અમે દેરાવાસી છીએ, અમે દિગંબર છીએ. એ તો બધા નામ છે (કોથળી
ઉપર લખ્યું’ તું એમ) આહા... હા! જૈનપણું તો આ (વીતરાગભાવ) છે. આહા... હા... હા!
(અહીંયાં કહે છે કેઃ) જેને મનુષ્ય (વ્યવહારનો) ક્રિયાકલાપનો વ્યવહાર છાતીએ ભેટે છે કે
મારો છે. મેં કર્યું છે. મેં દયા પાળી, વ્રત કર્યાં, તપ કર્યું એ મિથ્યાદ્રષ્ટિ છે. એને જૈનની ખબર નથી.
એને જૈનપણું શું છે એની ખબર નથી. આહા... હા! આને અહીંયાં અંગીકાર કરી ને મનુષ્યવ્યવહારનો
“આશ્રય નહિ કરતા થકા, રાગ–દ્વેષના ઉન્મેષ અટકી ગયા હોવાને લીધે’ દયા-દાનના વિકલ્પો
રોકાઈ ગયા-અટકી ગયા. ઉન્મેષ એટલે પ્રગટ થવું તે; પ્રાકટય; સ્કુરણ. વીતરાગ સ્વરૂપ ભગવાન
આત્મા છે ત્રિકાળ! તેની પર્યાયમાં વીતરાગતા પ્રગટ થઈ - સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્ર (પ્રગટયું)
એને રાગ સ્ફુરણ થતો નથી. એને જે વ્યવહાર-દયા-દાન-વ્રત ભક્તિના પરિણામ છે એ એના
અનુભવમાં આવતા નથી. આહા.. હા! આવી (અનુભવીની) વાત! (લોકો બોલે છે ને) એ તો
એકાંત કહેવાય. અનેકાંત એને કહીએ વ્યવહારથી