Pravachansar Pravachano (Gujarati).

< Previous Page   Next Page >


Page 81 of 540
PDF/HTML Page 90 of 549

 

background image
ગાથા – ૯૪ પ્રવચનસાર પ્રવચનો ૮૧
કે ‘मा हणो, मा हणो’ એમ કહે. અરે! સાંભળને અને ઓલામાં (પત્ર-પત્રિકાઓમાં) નાખે છે કેઃ
વીર કહે છે કે ‘જીવો અને જીવવા દ્યો” અહા! એમાં નાખે છે, બહુ નાખે છે. પણ જીવવું કોને કહેવું
બાપા! (એની તો એને ખબર નથી). આહા... હા! એ (વાત) અંગ્રેજીમાં આવે છે (એટલે) અહીંયાં
નાખ્યું ‘જીવો અને જીવવા દ્યો’ અરે, જીવતર તો પ્રભુ આનંદનું જીવતર એ જીવતર છે. એ
‘ચેતનાવિલાસ’ (પ્રગટ થવી) એ તારું જીવતર છે. આહા... હા... હા.. હા! (૪૭ શક્તિમાં) જીવતર
શક્તિ પહેલી આવી ને...! અનંત જ્ઞાન-દર્શન- આનંદ-સત્તા-સુખ- વીર્ય (આદિ અનંત શક્તિઓનો
પિંડ છે) એનું જે પરિણમન થવું - નિર્વિકલ્પ વીતરાગ દશા (પ્રગટ થવી) એ અવિચલિત
ચેતનાવિલાસમાત્ર આત્મવ્યવહાર (છે), ધંધો-ધાપો ને વ્રત પાળવાં ને એ વ્યવહારની અહીંયાં વાત
નથી, એ આત્માનો વ્યવહાર નથી, જડનો વ્યવહાર છે.
(કહે છે કેઃ) એવા “આત્મવ્યવહારને અંગીકાર કરીને, જેમાં સમસ્ત ક્રિયાકલાપને
ભેટવામાં આવે છે” આહા... હા! પરમાત્મા કહે છે ‘પ્રવચનસાર’ માં. એ સંતો આડતીયા થઈને
જગત સમક્ષ જાહેર કરે છે. જે અંદર ‘ક્રિયાકલાપ’ - આ કર્યું ને ભક્તિ કરી ને વ્રત પાળ્‌યાં ને
ઉપવાસ કર્યા ને વરસીતપ કર્યું ને ફલાણું કર્યું ને ઢીકણું કર્યું, મહિનાના ઉપવાસ કર્યા ને એ બધા
(વિકલ્પો) રાગ ને ક્રિયાકલાપ-રાગ છે બાપા! એ આત્માની વસ્તુ નહીં. એ ક્રિયાકલાપને - સમસ્ત
ક્રિયાકલાપ એમ એક પણ શુભનો રાગ (વિકલ્પ) તે ક્રિયાકલાપ છે.
‘સમસ્ત ક્રિયાકલાપને’ એટલે
રાગનાસમૂહની ક્રિયાની ‘ભેટવામાં આવે છે એવા મનુષ્ય વ્યવહારનો’ એ તો (શુભરાગ-ક્રિયાંકાંડ)
મનુષ્યનો વ્યવહાર છે. સંસારીનો વ્યવહાર છે. આહા... હા! રખડતા જીવના ભ્રમણમાં કારણ
પરિભ્રમણનો, એ વ્યવહાર છે. અરે... રે! (શ્રોતાઃ) ક્રિયાકલાપમાં (એ શુભ ક્રિયામાં) આત્માનો
વિચાર આવે કે નહીં? (ઉત્તરઃ) વિચાર એ (જે) ક્રિયા કલાપ છે. ગુણ - ગુણીના ભેદનો વિચાર
ઊઠે એ ક્રિયાકલાપ છે. ઝીણી વાત છે. (શ્રોતાઃ) એ આંગણું કહ્યું છે ને! (ઉત્તરઃ) એ તો આમાં
આવી ગયું ને બાપા!
(બીજા શ્રોતાઃ) અંદર જાય એને. આહા...! કળશ ટીકામાં (સ્પષ્ટીકરણ છે ને)
અરે, શું થાય ભાઈ! એમાં “સમસ્ત ક્રિયાકલાપને ભેટવામાં આવે છે.” વિકલ્પ માત્ર ઊઠે -
ભગવાનની ભક્તિનો, વ્રતનો, તપનો - એ વિકલ્પ છે, એ રાગ છે, એ ક્રિયાનો સમૂહ છે - રાગનો
સમૂહ (છે) એને ભેટવામાં આવે છે
“એવા મનુષ્યવ્યવહારનો આશ્રય નહિ કરતા થકા.”
(કહે છે) ધર્મી જીવ તેનો આશ્રય નહીં કરતા. ધર્મી (એટલે) જનમ-મરણના અંત લાવનારો
ધર્મી, સમ્યગ્દ્રષ્ટિ, ધર્મની પહેલી સીડીવાળો એને કહીએ કે જે ભગવાન પૂર્ણાનંદ પ્રભુ! (આત્મા)
એનો આશ્રય લઈને જે શાંતિ ને આનંદ પ્રગટ થયો, એ રાગની ક્રિયાને (ક્રિયાકલાપને) ભેટતો નથી.
એ મારાં છે ને મારે કરવા લાયક છે એમ કરતો નથી. આહા...! આવી વાત છે.
(શ્રોતાઃ) આવી
વાતો રોજ સંભળાવવા જેવી છે..! (ઉત્તરઃ) અંદર ભગવાન છે (સૌ) બાપુ ભગવાન! ભગવાન
થાય છે તો (એ ભગવાનપણું) આવશે ક્યાંથી? અરિહંત પરમાત્માને અનંત દર્શન - અનંત જ્ઞાન -
અનંત આનંદ-અનંત વીર્ય પ્રગટયું તે ક્યાંથી આવ્યું? એ અંતરમાં પડયું (ધુવ) છે પ્રભુ! અનંત
જ્ઞાન-દર્શન (આદિ) શક્તિ રૂપ સ્વભાવ, ભગવાન છો! આહા... હા.. હા! એનો આશ્રય લઈને જેણે
નિર્મળ સમ્યગ્દર્શન - જ્ઞાન - ચારિત્રનો અવિચલિત ચેતનાવિલાસ જેણે પ્રગટ કર્યો છે તે ક્રિયાકાંડના
ભાવને ભેટતો નથી. એ ક્રિયાકાંડ દયા-દાન-વ્રત- ભક્તિના પરિણામના