Purusharth Siddhi Upay (Gujarati).

< Previous Page   Next Page >


Page 137 of 186
PDF/HTML Page 149 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૩૭ આજીવન ધર્મસેવનમાં ચિત્ત લગાડયું નહોતું તે પણ અપૂર્વ વિવેકનું બળ પ્રાપ્ત કરી સમાધિમરણ એટલે સંન્યાસપૂર્વક મરણ કરીને સ્વર્ગાદિક સુખોને પામી ગયા પણ તે તો કાકતાલીય ન્યાયવત્ અતિ કઠિન છે. (તાડવૃક્ષથી ફળ તૂટવું ને ઊડતા કાગડાના મોઢામાં તેની પ્રાપ્તિ થઈ જવી જેમ કઠિન છે તેમ સંસ્કારહીન જીવન વડે સમાધિમરણ પામવું કઠણ છે.) માટે સર્વજ્ઞ વીતરાગનાં વચનો પ્રતિ શ્રદ્ધાવાન છે તેમણે ઉપર કહી શંકાને પોતાના ચિત્તમાં કદીપણ સ્થાન આપવું નહિ.

સમાધિમરણના ઇચ્છુક પુરુષો બને ત્યાંસુધી જિનેશ્વર ભગવાનની જન્માદિ તીર્થભૂમિનો આશ્રય ગ્રહણ કરે, જો તેમ ન બની શકે તો મંદિર અથવા સંયમીજનોના આશ્રયમાં રહે. સંન્યાસાર્થી તીર્થક્ષેત્રે જતી વખતે બધા સાથે ક્ષમા યાચના કરે અને પોતે પણ મન–વચન– કાયપૂર્વક સર્વને ક્ષમા કરે. અંત સમયે ક્ષમા કરવાવાળો સંસારનો પારગામી થાય છે, અને વૈર– વિરોધ રાખનારો અર્થાત્ ક્ષમા ન રાખનાર અનંત સંસારી થાય છે. સંન્યાસાર્થીએ પુત્ર, કલત્રાદિ કુટુમ્બીઓથી તથા સાંસારિક સર્વ સંપદાથી સર્વથા મોહ છોડી (નિર્મોહી નિજ આત્માને ભજવો જોઈએ.) ઉત્તમ સાધક ધર્માત્માઓની સહાય લેવી કેમકે સાધર્મી તથા આચાર્યોની સહાયથી અશુભકર્મ યથેષ્ટ બાધાનું કારણ બનતાં નથી. વ્રતના અતિચારો સાધર્મીઓ અથવા આચાર્ય સન્મુખ પ્રગટ કરીને નિઃશલ્ય થઈ પ્રતિક્રમણ–પ્રાયશ્ચિત શાસ્ત્રમાં કહેલી વિધિઓથી શોધન કરવું જોઈએ.

નિર્મળભાવરૂપી અમૃતથી સિંચિત સમાધિમરણને માટે પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મસ્તક રાખે. જો શ્રાવક મહાવ્રતની યાચના કરે, તો નિર્ણાયક આચાર્યને ઉચિત છે કે તેને મહાવ્રત દે, મહાવ્રત ગ્રહણમાં નગ્ન થવું જોઈએ. અર્જિકાને પણ અંતકાળ ઉપસ્થિત થતાં એકાન્ત સ્થાનમાં વસ્ત્રોનો ત્યાગ કરવો ઉચિત કહેલ છે. સંથારા વખતે અનેક પ્રકારના યોગ્ય આહાર દેખાડી ભોજન કરાવે. અથવા જો તેને અજ્ઞાનતાવશ ભોજનમાં આસક્ત સમજે, તો પરમાર્થજ્ઞાતા આચાર્ય તેને ઉત્તમ પ્રભાવશાલી વ્યાખ્યાન દ્વારા એમ સમજાવે કે–

હે જિતેન્દ્રિય, તું ભોજન–શયનાદિરૂપ કલ્પિત પુદ્ગલોને હજી પણ ઉપકારી સમજે છે! અને એમ માને છે કે આમાંથી કોઈ પુદ્ગલ એવાં પણ છે કે મેં ભોગવ્યા નથી. એ તો મહાન આશ્ચર્યની વાત છે! ભલા વિચાર તો કર કે આ મૂર્તિક પુદ્ગળ તારા અરૂપીમાં કોઈ પ્રકારે મળી શકે તેમ છે? માત્ર ઇન્દ્રિયોના ગ્રહણ પૂર્વક તેને અનુભવીને તેં એમ માની લીધું છે કે હું જ તેનો ભોગ કરું છું, તો હે...દૂરદર્શી,