Purusharth Siddhi Upay (Gujarati).

< Previous Page   Next Page >


Page 3 of 186
PDF/HTML Page 15 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [

ટીકાઃ– ‘तत् परं ज्योतिः जयति’ –તે પરમ જ્યોતિ–સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જયવંત વર્તે છે. તે કેવો છે? ‘यत्र सकला पदार्थमालिका प्रतिफलति– જે શુદ્ધ ચેતના પ્રકાશમાં બધા જ જીવાદિ પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. કેવી રીતે? ‘समस्तैः अनन्त पर्यायैः समं’–પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે.

ભાવાર્થઃ– શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત પ્રતિમા સમાન થાય છે. કયા દ્રષ્ટાંતે? ‘दर्पणतल इव– અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદિ પ્રતિબિંબિત થાય છે તેમ. અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. જેમ લોઢાની સોય લોહચુંબકની પાસે પોતાની મેળે જાય છે તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપે જતો નથી. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને તે અરીસામાં પેસતા નથી. જેમ કોઈ પુરુષ (બીજા) કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો જ, તેમ તે પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાને પ્રાર્થના પણ કરતા નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થોનો આકાર છે તેવા જ આકારરૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબિ પડતાં અરીસો એમ માનતો નથી કે આ પદાર્થો મારા માટે ભલા છે, ઉપકારી છે, રાગ કરવા યોગ્ય છે, બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પ્રવર્તે છે. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદિ પદાર્થો પ્રતિબિંબિત થાય છે તેવી જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદિ પ્રતિબિંબિત થાય છે એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી જે જ્ઞાનમાં ન આવ્યું હોય. આવા શુદ્ધ ચૈતન્યરૂપ પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ્ય છે.

અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અહીં ગુણનું સ્તવન કર્યું, કોઈ પદાર્થનું નામ ન લીધું તેનું કારણ શું? પહેલાં પદાર્થનું નામ લેવું જોઈએ અને પછી ગુણનું વર્ણન કરવું જોઈએ. તેનો ઉત્તરઃ– અહીં આચાર્યે પોતાનું પરીક્ષાપ્રધાનપણું પ્રગટ કર્યું છે. ભક્ત બે પ્રકારના છે–એક આજ્ઞાપ્રધાન, બીજા પરીક્ષાપ્રધાન. જે જીવો પરંપરા માર્ગવડે ગમે તેવા દેવ–ગુરુનો ઉપદેશ પ્રમાણ કરીને વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને આજ્ઞાપ્રધાન કહીએ અને જેઓ પોતાના સમ્યગ્જ્ઞાન વડે પહેલાં સ્તુતિ કરવા યોગ્ય ગુણનો નિશ્ચય કરે અને પછી જેમનામાં તે ગુણ હોય તેમના પ્રત્યે વિનયાદિ ક્રિયારૂપ પ્રવર્તે તેને પરીક્ષાપ્રધાન કહીએ. કેમ કે કોઈ પદ, વેશ અથવા