Purusharth Siddhi Upay (Gujarati). Mangalacharan (Amrutchandra Acharya) Shlok: 1.

< Previous Page   Next Page >


Page 2 of 186
PDF/HTML Page 14 of 198

 

] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

હું જિનમુદ્રાધારક જૈન નગ્ન દિગમ્બર મુનિને નમસ્કાર કરું છું કે જેઓ જ્ઞાન–ધ્યાનરૂપી ધન–સ્વરૂપમાં લીન છે, કામ, માન (ઘમંડ, કર્તૃત્વ, મમત્વ)થી રહિત, મેઘ સમાન ધર્મોપદેશની વૃષ્ટિ કરનારા, પાપરહિત અને ક્ષીણકાય છે, અર્થાત્ કષાય અને કાયા ક્ષીણ છે તથા જ્ઞાનસ્વરૂપમાં બેહદ પુષ્ટ છે. ૪.

(કવિત્ત– સવૈયા મનહર ૩૧ વર્ણ)

કોઈ નર નિશ્ચયથી આતમાને શુદ્ધ માની,
થયા છે સ્વચ્છંદ ન પિછાને નિજ શુદ્ધતા;
કોઈ વ્યવહાર દાન તપ શીલ ભાવને જ
આતમાનું હિત માની છાંડે નહિ મૂઢતા;
કોઈ વ્યવહારનય–નિશ્ચયના મારગને
ભિન્નભિન્ન જાણીને કરે છે નિજ ઉદ્ધતા;
જાણે જ્યારે નિશ્ચયના ભેદ વ્યવહાર સહુ,
કારણને ઉપચાર માને ત્યારે બુદ્ધતા.
(દોહા)– શ્રીગુરુ પરમ દયાળ થઈ દિયો સત્ય ઉપદેશ,
જ્ઞાની માને જાણીને, મૂઢ ગ્રહે છે કલેશ.

હવે ગ્રન્થકર્તા શ્રી અમૃતચન્દ્રાચાર્યદેવ મંગલાચરણનિમિત્તે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને આ જીવનું પ્રયોજન સિદ્ધ થવાના કારણભૂત નિશ્ચય અને વ્યવહાર મોક્ષમાર્ગની એકતારૂપ ઉપદેશ જેમાં છે એવા ગ્રન્થનો આરંભ કરે છે.

सूत्रावतारः–

(આર્યા છન્દ)

तज्जयति परं ज्योतिः समं समस्तैरनन्तपर्यायैः।
दर्पणतल इव सकला प्रतिफलति पदार्थमालिका यत्र ।। १।।

અન્વયાર્થઃ– [यत्र] જેમાં [दर्पणतल इव] દર્પણની સપાટીની પેઠે [सकला] બધા [पदार्थमालिका] પદાર્થોનો સમૂહ [समस्तैरनन्तपर्यायैः समं] અતીત, અનાગત અને વર્તમાનકાળના સમસ્ત અનંત પર્યાયો સહિત [प्रतिफलति] પ્રતિબિંબિત થાય છે, [तत्] તે [परं ज्योतिः] સર્વોત્કૃષ્ટ શુદ્ધચેતનાસ્વરૂપ પ્રકાશ [जयति] જયવંત વર્તો.