પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૩૯ ચિંતાઓથી પૃથક્ થઈને પ્રાણવિસર્જન કર! અને જો તારું મન કોઈ ક્ષુધા પરીષહથી અથવા કોઈ ઉપસર્ગથી વિક્ષિપ્ત (વ્યગ્ર) થઈ ગયું હોય તો નરકાદિ વેદનાઓનું સ્મરણ કરીને જ્ઞાનામૃતરૂપ સરોવરમાં પ્રવેશ કર. કેમકે અજ્ઞાની જીવ શરીરમાં આત્મબુદ્ધિ અર્થાત્ ‘‘હું દુઃખી છું હું સુખી છું–એવા સંકલ્પ કરીને દુઃખી થયા કરે છે, પરંતુ ભેદવિજ્ઞાની જીવ આત્મા અને દેહને ભિન્ન ભિન્ન માનીને દેહને કારણે સુખી–દુઃખી થતો નથી, પણ વિચારે છે કે મને મરણ જ નથી તો પછી ભય કોનો? મને રોગ નથી પછી વેદના કેવી? હું બાળક, વૃદ્ધ યા તરુણ નથી તો પછી મનોવેદના કેવી? હે મહાભાગ્ય! આ જરાક જેટલા શારીરિક દુઃખથી કાયર થઈને પ્રતિજ્ઞાથી જરાપણ ચ્યુત ન થઈશ, દ્રઢચિત્ત થઈને પરમ નિર્જરાની અભિલાષ કર. જો, જ્યાંસુધી તું આત્મચિન્તવન કરતો થકો સંન્યાસ ગ્રહણ કરીને સંથારામાં બેઠો છો, ત્યાંસુધી ક્ષણે ક્ષણે તને પ્રચુર કર્મોનો વિનાશ થાય છે! શું તું ધીરવીર પાંડવોનું ચરિત્ર ભૂલી ગયો છે? જેમને લોઢાનાં ઘરેણાં અગ્નિથી તપાવી શત્રુએ પહેરાવ્યાં હતાં તોપણ તપસ્યાથી કિંચિત્ પણ ચ્યુત ન થતાં આત્મધ્યાનથી મોક્ષને પામ્યા! શું તે મહાસુકુમાર સુકુમાલકુમારનું ચરિત્ર સાંભળ્યું નથી? જેનું શરીર શિયાળે થોડું થોડું કરડીને અતિશય કષ્ટ દેવા માટે ઘણા દિવસ (ત્રણ દિવસ) સુધી ભક્ષણ કર્યું હતું, પરંતુ કિંચિત્ પણ માર્ગચ્યુત ન થતાં જેમણે સર્વાર્થસિદ્ધિ સ્વર્ગ પાપ્ત કર્યું હતું. એવાં અસંખ્ય ઉદાહરણ શાસ્ત્રમાં છે જેમાં દુસ્સહ ઉપસર્ગો સહન કરીને અનેક સાધુઓએ સ્વાર્થસિદ્ધિ કરી છે. શું તારું આ કર્તવ્ય નથી કે તેમનું અનુકરણ કરીને જીવન–ધનાદિમાં નિર્વાંછક થઈ, અંર્ત–બાહ્ય પરિગ્રહના ત્યાગપૂર્વક સામ્યભાવથી નિરુપાધિમાં સ્થિર થઈ આનંદામૃતનું પાન કરવું! અને ઉપરોક્ત ઉપદેશથી સમ્યક્ પ્રકારે કષાયને પાતળા કરી–કૃશ કરી રત્નત્રયની ભાવનારૂપ પરિણમનથી પંચ નમસ્કાર–મંત્ર સ્મરણ પૂર્વક સમાધિમરણ કરવું જોઈએ.–આ સમાધિમરણની સંક્ષેપ વિધિ છે.
सल्लेखनामपि ततः प्राहुरहिंसाप्रसिद्धयर्थम्।। १७९।।
અન્વયાર્થઃ– [यतः] કારણ કે [अत्र] આ સંન્યાસ મરણમાં [हिंसायाः] હિંસાના [हेतवः] હેતુભૂત [कषायाः] કષાય [तनुताम्] ક્ષીણતાને [नीयन्ते] પામે છે [ततः] તેથી [सल्लेखनामपि] સંન્યાસને પણ આચાર્યો [अहिंसाप्रसिद्धयर्थ] અહિંસાની સિદ્ધિ માટે [प्राहुः] કહે છે.