૧૪૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય
ટીકાઃ– ‘यतः हिंसायाः हेतवः कषायाः अत्र (सल्लेखनायां) तनुतां नीयन्ते ततः सल्लेखनाम् अहिंसा प्रसिद्धयर्थम् प्राहुः।’–અર્થઃ–હિંસાના કારણ કષાય છે, તે આ સંલેખનામાં ક્ષીણ થઈ જાય છે તેથી સંલેખનાને પણ અહિંસાની પુષ્ટિ માટે કહી છે.
ભાવાર્થઃ– આ સંન્યાસમાં કષાયો ઘટે છે અને કષાય જ હિંસાનું મૂળ કારણ છે, તેથી સંન્યાસનો સ્વીકાર કરવાથી અહિંસા વ્રતની જ સિદ્ધિ થાય છે. ૧૭૯.
वरयति पतिंवरेव स्वयमेव तमुत्सुका शिवपदश्रीः।। १८०।।
અન્વયાર્થઃ– [यः] જે [इति] આ રીતે [व्रतरक्षार्थं] પંચ અણુવ્રતોની રક્ષા માટે [सकलशीलानि] સમસ્ત શીલોને [सततं] નિરંતર [पालयति] પાળે છે [तम्] તે પુરુષને [शिवपदश्रीः] મોક્ષપદની લક્ષ્મી [उत्सुका] અતિશય ઉત્કંઠિત [पतिंवरा इव] સ્વયંવરની કન્યાની જેમ [स्वयमेव] પોતે જ [वरयति] સ્વીકાર કરે છે, અર્થાત્ પ્રાપ્ત થાય છે.
‘इति यः व्रतरक्षार्थं सकलशीलानि सततं पालयति तं उत्सुका शिवपदश्रीः पतिंवरा इव स्वयमेव वरयति।’ અર્થઃ–આ રીતે જે પાંચે અણુવ્રતોની રક્ષા માટે સાત શીલવ્રત પાળે છે તેને મોક્ષરૂપી લક્ષ્મી ઉત્સુક થઈને સ્વયંવરમાં કન્યાની જેમ પોતે જ વરે છે.
ભાવાર્થઃ– જેમ સ્વયંવરમાં કન્યા પોતાની મેળે ઓળખીને યોગ્ય પતિને વરે છે, તેમ મુક્તિરૂપી લક્ષ્મી વ્રતી અને સમાધિમરણ કરનાર શ્રાવકને પોતે જ પ્રાપ્ત થાય છે. ૧૮૦.
આ રીતે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, ચાર શિક્ષાવ્રત, એક સંલેખના અને એક સમ્યક્ત્વ–આ રીતે શ્રાવકની ચૌદ વાતોનું વર્ણન કર્યું.
सप्ततिरमी यथोदितशुद्धिप्रतिबन्धिनो हेयाः।। १८१।।
અન્વયાર્થઃ– [सम्यक्त्वे] સમ્યક્ત્વમાં [व्रतेषु] વ્રતોમાં અને [शीलेषु] શીલોમાં [पञ्च पञ्चेति] પાંચ પાંચના ક્રમથી [अमी] આ [सप्ततिः] સિત્તેર