પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૪૧ [यथोदितशुद्धिप्रतिबन्धिनः] યથાર્થ શુદ્ધિને રોકનાર [अतिचाराः] અતિચાર [हेयाः] છોડવા યોગ્ય છે.
ટીકાઃ– ‘सम्यक्त्वे व्रतेषु (सल्लेखना पञ्च) पञ्च पञ्च अतिचाराः इति अमी सप्ततिः यथोदितशुद्धिप्रतिबन्धिनः हेयाः।’ અર્થઃ–સમ્યગ્દર્શનમાં, પાંચ અણુવ્રતોમાં, ત્રણ ગુણવ્રતોમાં, ચાર શિક્ષાવ્રતોમાં અને સંલેખનામાં પ્રત્યેકના પાંચ પાંચ અતિચાર છે. આ રીતે એ સિત્તેર અતિચાર છે તે બધા વ્રતોની શુદ્ધિને દોષ લગાડનાર છે.
ભાવાર્થઃ– વ્રતનો સર્વદેશ ભંગ કરવો તેને અનાચાર કહે છે અને એકદેશ ભંગ થવો તે અતિચાર કહેવાય છે. આ રીતે ઉપર કહેલી શ્રાવકની ચૌદ વાતોના સિત્તેર અતિચાર થાય છે. ૧૮૧.
मनसा च तत्प्रशंसा सम्यग्द्रष्टेरतीचाराः।। १८२।।
અન્વયાર્થઃ– [शङ्का] સંદેહ [काङ्क्षा] વાંછા [विचिकित्सा] ગ્લાનિ [तथैव] તેવી જ રીતે [अन्यद्रष्टीनाम्] મિથ્યાદ્રષ્ટિઓની [संस्तवः] સ્તુતિ [च] અને [मनसा] મનથી [तत्प्रशंसा] તે અન્ય મતવાળાઓની પ્રશંસા કરવી તે [सम्यग्द्रष्टेः] સમ્યગ્દ્રષ્ટિના [अतीचाराः] અતિચાર છે.
ટીકાઃ– ‘शङ्का तथैव काङ्क्षा विचिकित्सा अन्यद्रष्टीनाम् संस्तवः च मनसा प्रशंसा सम्यग्द्रष्टेः अतीचाराः भवन्ति।’–અર્થઃ–(૧) જિનવચનમાં શંકા કરવી, (૨) વ્રતો પાળીને સંસારનાં સુખોની ઇચ્છા કરવી. (૩) મુનિ વગેરેનું શરીર જોઈને ઘૃણા કરવી, (૪) મિથ્યાદ્રષ્ટિઓની સ્તુતિ કરવી, અને (પ) તેમનાં કાર્યોની મનથી પ્રશંસા કરવી. –આ સમ્યગ્દર્શનના પાંચ અતિચાર છે.
ભાવાર્થઃ– જ્યાંસુધી આ પાંચ અતિચારોનો ત્યાગ થતો નથી ત્યાંસુધી તે નિશ્ચયસમ્યગ્દ્રષ્ટિ થઈ શકતો નથી. ૧૮૨.
पानान्नयोश्च रोधः पञ्चाहिंसाव्रतस्येति।। १८३।।