Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 184.

< Previous Page   Next Page >


Page 142 of 186
PDF/HTML Page 154 of 198

 

૧૪૨ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય

અન્વયાર્થઃ– [अहिंसाव्रतस्य] અહિંસા વ્રતના [छेदनताडनबन्धाः] છેદવું, તાડન કરવું, બાંધવું, [समधिकस्य] અતિશય વધારે [भारस्य] બોજો [आरोपणं] લાદવો, [च] અને [पानान्नयोः] અન્ન–પાણી [रोधः] રોકવા અર્થાત્ ન દેવા [इति] એ રીતે [पञ्च] પાંચ અતિચાર છે.

ટીકાઃ– ‘छेदन ताडन बन्धाः समधिकस्य भारस्य आरोपणं पानान्नयोश्च रोधः इति पञ्च अहिंसाव्रतस्य अतीचाराः।’ અર્થઃ–છેદન અર્થાત્ કાન, નાક, હાથ વગેરે કાપવા, તાડન અર્થાત્ લાકડી, ચાબૂક, આર વગેરેથી મારવું, બંધ અર્થાત્ એક જગ્યાએ બાંધીને રોકી રાખવું, અધિક ભાર લાદવો તથા યોગ્ય સમયે ઘાસ, ચારો, પાણી વગેરે ન આપવાં–એ અહિંસા અણુવ્રતના પાંચ અતિચાર છે. ૧૮૩.

સત્ય અણુવ્રતના પાંચ અતિચાર

मिथ्योपदेशदानं रहसोऽभ्याख्यानकूटलेखकृती।
न्यासापहारवचनं
साकारमन्त्रभेदश्च।। १८४।।

અન્વયાર્થઃ– [मिथ्योपदेशदानं] જૂઠો ઉપદેશ આપવો, [रहसोऽभ्याख्यानकूट– लेखकृती] એકાન્તની ગુપ્ત વાતો પ્રગટ કરવી, જૂઠાં લખાણ કરવાં, [न्यासापहारवचनं] થાપણ ઓળવવાનું વચન કહેવું [च] અને [साकारमन्त्रभेदः] કાયાની ચેષ્ટાઓથી જાણીને બીજાનો અભિપ્રાય પ્રગટ કરવો–એ પાંચ સત્ય અણુવ્રતના અતિચાર છે.

ટીકાઃ– ‘मिथ्योपदेशदानं रहसोऽभ्याख्यानं कूटलेखकृती न्यासापहारवचनं साकार मन्त्रभेदश्च इति सत्याणुव्रतस्य पञ्च अतिचाराः सन्ति।’ અર્થઃ–૧–જૂઠો ઉપદેશ આપવો કે જેથી જીવોનું અહિત થાય, ૨–કોઈ સ્ત્રી પુરુષની ગુપ્ત વાત પ્રગટ કરવી, ૩–જૂઠા લેખ લખવા તથા જૂઠી રસીદ વગેરે પોતે લખવી, ૪–કોઈની થાપણ પચાવી પાડવી, પ–કોઈની આકૃતિ જોઈને તેનો અભિપ્રાય પ્રગટ કરી દેવો–એ પાંચ સત્ય અણુવ્રતના અતિચાર છે.

ભાવાર્થઃ– એવો જૂઠો ઉપદેશ આપવો કે જેથી લોકો ધર્મ છોડીને અધર્મમાં લાગી જાય અને પોતાની પાસે કોઈ થાપણ મૂકી ગયું હોય અને તે ભૂલી ગયો તથા ઓછી વસ્તુ માગવા લાગ્યો ત્યારે તેને એમ કહેવું કે જેટલી હોય તેટલી લઈ જાવ,