૧૪૬ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય કરીને–બોલીને પોતાનું કામ કરવું, ૪. મર્યાદાની બહાર પોતાનું રૂપ દેખાડીને સ્વાર્થ સાધવો, પ. મર્યાદા બહાર કોઈ ચીજ વગેરે ફેંકીને પણ પોતાનું કાર્ય કરી લેવું–એ પાંચ દેશવ્રતના અતિચાર છે. ૧૮૯.
असमीक्षिताधिकरणं तृतीयशीलस्य पञ्चेति।। १९०।।
અન્વયાર્થઃ– [कन्दर्पः] કામનાં વચન બોલવાં, [कौत्कुच्यं] ભાંડરૂપ અયોગ્ય કાયચેષ્ટા કરવી, [भोगानर्थक्यम्] ભોગ–ઉપભોગના પદાર્થોનું અનર્થકય, [मौखर्यम्] વાચાળપણું [च] અને [असमीक्षिताधिकरणं] વિચાર કર્યા વિના કાર્ય કરવું; [इति] એ રીતે [तृतीयशीलस्य] ત્રીજા શીલ અર્થાત્ અનર્થદંડવિરતિ વ્રતના [अपि] પણ [पंच] પાંચ અતિચાર છે.
ટીકાઃ– ‘‘कन्दर्पः कौत्कुच्यं भोगानर्थक्यम् मौखर्यम् च असमीक्षिताधिकरणं इति तृतीयशीलस्य पञ्च अतीचाराः सन्ति।’’ અર્થઃ–૧–હાસ્ય સહિત ભાંડ વચન બોલવાં, ૨–કાયાથી કુચેષ્ટા કરવી, ૩–પ્રયોજનથી અધિક ભોગના પદાર્થો ભેગા કરવા તથા નામ ગ્રહણ કરવું, ૪– લડાઈ–ઝગડા કરાવનાર વચનો બોલવાં, પ–પ્રયોજન વિના મન, વચન, કાયાનો વ્યાપાર વધારતા જવું–એ જ પાંચ અનર્થદંડત્યાગવ્રતના અતિચાર છે. ૧૯૦.
स्मृत्यनुपस्थानयुताः पञ्चेति चतुर्थशीलस्य।। १९१।।
અન્વયાર્થઃ– [स्मृत्यनुपस्थानयुताः] સ્મૃતિઅનુપસ્થાન સહિત, [वचनमनःकायानां] વચન, મન અને કાયાની [दुःप्रणिधानं] ખોટી પ્રવૃત્તિ[तु] અને [अनादरः] અનાદર–[इति] એ રીતે [चतुर्थशीलस्य] ચોથા શીલ અર્થાત્ સામાયિકવ્રતના [पंच] પાંચ [एव] જ અતિચાર છે.
ટીકાઃ– ‘वचनप्रणिधानं, मनःप्रणिधानं, कायप्रणिधानं तु अनादरः च स्मृत्यनुपस्थानयुताः इति पंच चतुर्थशीलस्य अतीचाराः सन्ति।’ અર્થઃ–૧–વચનનો દુરુપયોગ કરવો અર્થાત્ સામાયિક કરતી વખતે મન્ત્રનું ઉચ્ચારણ અથવા સામાયિક પાઠનું