Purusharth Siddhi Upay (Gujarati). Shlok: 192-193.

< Previous Page   Next Page >


Page 147 of 186
PDF/HTML Page 159 of 198

 

પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૪૭ ઉચ્ચારણ બરાબર ન કરવું, ૨–મનનો દુરુપયોગ અર્થાત્ મનમાં ખરાબ ભાવના ઉત્પન્ન થવી, મનમાં અનેક સંકલ્પ–વિકલ્પ ઊઠવા, ૩–કાયાનો દુરુપયોગ અર્થાત્ સામાયિક કરતી વખતે હાથ–પગ હલાવવા, ૪–અનાદર અર્થાત્ સામાયિક આદરપૂર્વક ન કરતાં વેઠની જેમ પૂર્ણ કરવું, પ–સ્મૃત્યનુપસ્થાન એટલે સામાયિકનો પાઠ ભૂલી જવો–એ સામાયિક શિક્ષાવ્રતના પાંચ અતિચાર છે.

સામાયિકમાં મન, વચન, કાયા એ ત્રણેની એકાગ્રતાની ઘણી જ આવશ્યકતા છે. એ ત્રણેને વશ કર્યા વિના સામાયિક થઈ શકતી જ નથી. માટે તેને અવશ્ય જ વશ કરવા જોઈએ.૧૯૧.

પ્રોષધોપવાસ શિક્ષાવ્રતના પાંચ અતિચાર

अनवेक्षिताप्रमार्जितमादानं संस्तरस्तथोत्सर्गः।
स्मृत्यनुपस्थानमनादरश्च
पञ्चोपवासस्य।। १९२।।

અન્વયાર્થઃ– [अनवेक्षिताप्रमार्जितमादानं] જોયા વિના કે શુદ્ધ કર્યા વિના ગ્રહણ કરવું, [संस्तरः] પથારી પાથરવી [तथा] તથા [उत्सर्गः] મળ–મૂત્રનો ત્યાગ કરવો, [स्मृत्यनुपस्थानम्] ઉપવાસની વિધિ ભૂલી જવી [च] અને [अनादरः] અનાદર–એ [उपवासस्य] ઉપવાસના [पञ्च] પાંચ અતિચાર છે.

ટીકાઃ– ‘१–अनवेक्षिताप्रमार्जितमादानं २–अनवेक्षिताप्रमार्जित संस्तरः ३– अनवेक्षिताप्रमार्जित उत्सर्गः ४–स्मृत्यनुपस्थानम् ५–अनादरश्च इति पञ्च अतीचाराः उपवासस्य सन्ति।’ અર્થઃ–૧–જોયા વિના તથા પોંછયા વિના કોઈ વસ્તુ ગ્રહણ કરવી, ૨–જોયા વિના સાફ કર્યા વિના પથારી પાથરવી, ૩–જોયા વિના સાફ કર્યા વિના મળ–મૂત્રનો ત્યાગ કરવો, ૪–ઉપવાસની વિધિ ભૂલી જવી અને પ–તપ કે ઉપવાસની વિધિમાં અનાદર (ઉદાસીનતા) કરવો–એ પાંચ પ્રોષધઉપવાસવ્રતના અતિચાર છે. ૧૯૨.

ભોગ–ઉપભોગપરિમાણ શિક્ષાવ્રતના પાંચ અતિચાર

आहारो हि सचित्तः सचित्तमिश्र सचित्तसंबन्धः।
दुष्पक्वोऽभिषवोपि च पञ्चामी
षष्ठशीलस्य।। १९३।।

અન્વયાર્થઃ– [हि] નિશ્ચયથી [सचितः आहारः] સચિત્ત આહાર, [सचित्त–