૧૪૮ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય मिश्रः] સચિત્ત મિશ્ર આહાર, [सचित्तसम्बन्धः] સચિત્તના સંબંધવાળો આહાર [दुष्पक्वः] દુષ્પકવ આહાર, [च अपि] અને [अभिषवः] ૧અભિષવ આહાર, [अमी] આ [पञ्च] પાંચ અતિચાર [षष्ठशीलस्य] છઠ્ઠા શીલ અર્થાત્ ભોગ–ઉપભોગ–પરિમાણવ્રતના છે.
ટીકાઃ– ‘हि सचितः आहारः सचित्तमिश्रः आहारः सचित्तसंबन्धः आहारः च दुःपक्वः आहारः अभिषवाहारः इति अमी पञ्च अतीचाराः षष्ठशीलस्य सन्ति।’ ૧–જીવસહિત કાચી લીલી (લીલોતરી) વસ્તુનો આહાર લેવો, ૨–લીલોતરીના મિશ્રણવાળી વસ્તુનો આહાર લેવો, ૩–લીલોતરી ઢાંકી હોય તેવી વસ્તુનો આહાર લેવો, ૪–એવી વસ્તુનો આહાર કરવો જે સારી રીતે રંધાયેલી ન હોય, અતિ રંધાયેલી વા અધકચરી રંધાયેલી હોય તથા પ–ગરિષ્ઠ, કામોદ્દીપક વસ્તુનો આહાર કરવો. –એ પાંચ ભોગોપભોગપરિમાણવ્રતના અતિચાર છે.
ભાવાર્થઃ– જોકે આ ભોગોપભોગપરિમાણ શિક્ષાવ્રત પાળનાર શ્રાવક હજી સચિત્તનો ત્યાગી નથી તોપણ સચિત્તત્યાગ પ્રતિમાના પાલનના અભ્યાસ માટે તથા ખાવાના પદાર્થોમાં અધિક લાલસા મટાડવા માટે જ તેણે આ અતિચાર ટાળવા જોઈએ. ૧૯૨.
कालस्यातिक्रमणं मात्सर्य्यं चेत्यतिथिदाने।। १९४।।
અન્વયાર્થઃ– [परदातृव्यपदेशः] પરદાતૃવ્યપદેશ, [सचित्तनिक्षेपतत्पिधाने च] સચિત્તનિક્ષેપ અને સચિત્તપિધાન, [कालस्यातिक्रमणं] કાળનો અતિક્રમ [च] અને [मात्सर्य्यं] માત્સર્ય–[इति] એ રીતે [अतिथिदाने] અતિથિસંવિભાગવ્રતના પાંચ અતિચાર છે.
ટીકાઃ– ‘अतिथिदाने परदातृव्यपदेशः अतिथिदाने सचित्तनिक्षेपः अतिथिदाने सचित्तपिधानं अतिथिदाने कालस्य अतिक्रमणं च अतिथिदाने मात्सर्य्यं–इति पञ्च अतीचाराः वैयाव्रतस्य सन्ति।’ અર્થઃ–૧–ઘરનું કામ અધિક હોવાથી પોતાના હાથે દાન ન દેતાં બીજાના હાથે અપાવવું, ૨–આહારની વસ્તુને લીલા પાંદડામાં મૂકી _________________________________________________________________ ૧. દુગ્ધ ધૃતાદિક રસમિશ્રિત કામોત્પાદક આહાર.