પુરુષાર્થસિદ્ધિઉપાય ] [ ૧૪૯ રાખવી, ૩–આહારની વસ્તુઓ લીલા પાંદડાથી ઢાંકવી, ૪–મુનિ મહારાજને આવવાનો સમય હોય ત્યારે ઘરે ન મળવું અને પ–પોતાને ઘેર મુનિ મહારાજને માટે આહારની વિધિ ન મળી શકવાને કારણે અથવા પોતાના ઘરે ન આવવાને કારણે જો બીજા શ્રાવકને ઘરે મુનિને આહારદાન થાય તો તે શ્રાવકપ્રત્યે દ્વેષ રાખવો–આ પાંચ અતિચાર અતિથિસંવિભાગ શિક્ષાવ્રતના છે. ૧૯૪.
सनिदानः पञ्चैते भवन्ति सल्लेखनाकाले।। १९५।।
અન્વયાર્થઃ– [जीवितमरणाशंसे] જીવનની આશંસા, મરણની આશંસા, [सुहृदनुरागः] સુહૃદ અર્થાત્ મિત્ર પ્રતિ અનુરાગ, [सुखानुबन्धः] સુખનો અનુબન્ધ [च] અને [सनिदानः] નિદાન સહિત–[एते] આ [पंच] પાંચ અતિચાર [सल्लेखनाकाले] સમાધિમરણના સમયે [भवन्ति] હોય છે.
ટીકાઃ– ‘जीविताशंसा मरणाशंसा सुहृदनुरागः सुखानुबन्धः च सनिदानः इति एते पंच सल्लेखनाकाले अतीचाराः सन्ति।’ અર્થઃ–૧. સલ્લેખના ધારણ કર્યા પછી જીવવાની ઇચ્છા કરવી, ૨. સલ્લેખના ધારણ કર્યા પછી જો કાંઈ વેદના થતી હોય તો એવી ઇચ્છા કરવી કે હું જલદી મરણ પામું, ૩. પૂર્વના મિત્રોનું સ્મરણ કરવું કે તે સારો મિત્ર હતો, હું તેની સાથે રમતો હતો વગેરે, ૪. પૂર્વે જે શાતાની સામગ્રી ભોગવી હતી તેને યાદ કરવી, તે ભોગ હવે કયારે મળશે એવું સ્મરણ કરવું, પ. આગામી કાળમાં સારા સારા ભોગોની પ્રાપ્તિની ઇચ્છા કરવી. – આ પાંચ સલ્લેખનાના અતિચાર છે.
ભાવાર્થઃ– આ રીતે ૧ સમ્યગ્દર્શન, પ અણુવ્રત, ૩ ગુણવ્રત, ૪ શિક્ષાવ્રત, અને ૧ સલ્લેખના–એ ચૌદના સિત્તેર અતિચારોનું વર્ણન કરી ચૂકયા. તેથી નૈષ્ઠિક શ્રાવકે આ બધાનું જ્યાંસુધી બની શકે ત્યાંસુધી યથાશક્તિ અતિચારરહિત પાલન કરવું, તો જ મનુષ્યભવ મળવો સાર્થક છે.
આ ઉપર બતાવેલા ચૌદ ૧વ્રત ત્રણે પ્રકારના શ્રાવક પાળે છે. ૧. પાક્ષિક _________________________________________________________________ ૧. નિશ્ચયસમ્યગ્દર્શન–જ્ઞાનપૂર્વક પ્રથમના બે કષાયની ચોકડીના અભાવરૂપ શુદ્ધભાવરૂપ (અંશે
નિશ્ચયસમ્યગ્દર્શન ન હોય તો તેનાં વ્રત–તપને સર્વજ્ઞદેવે બાળવ્રત (–અજ્ઞાનવ્રત) અને અજ્ઞાનતપ
કહ્યાં છે. એમ સર્વત્ર સમજવું.