૧પ૦ ] [ પુરુષાર્થસિદ્ધિઉપાય શ્રાવક સમ્યગ્દર્શનનો ધારક હોય છે, તે સાત વ્યસનોનો ત્યાગી અને આઠ મૂળગુણોનો પાળનાર છે. ૨. નૈષ્ઠિક શ્રાવક ઉપરની વાતો સહિત બાર વ્રતોનું પાલન કરે છે. એ નૈષ્ઠિક અવસ્થા જીવનપર્યંત રહે છે. ૩. સાધક–શ્રાવક જ્યારે મરણનો સમય નિકટ આવી જાય છે ત્યારે તે નૈષ્ઠિક શ્રાવક સાધક અવસ્થાને પ્રાપ્ત થઈ શકે છે. –આ રીતે જે મનુષ્ય આ ત્રણે અવસ્થાઓને પ્રાપ્ત કરે છે તે અવશ્ય સ્વર્ગને પામી શકે છે અને પરંપરાએ મોક્ષ પ્રાપ્ત કરી લે છે. એ જ મોક્ષપ્રાપ્તિનો ક્રમ છે. ૧૯પ.
અન્વયાર્થઃ– [इति] એ પ્રકારે ગૃહસ્થ [एतान्] આ પૂર્વે કહેલા [अतिचारान्] અતિચાર અને [अपरान्] બીજા દોષ ઉત્પન્ન કરનાર અતિક્રમ, વ્યતિક્રમ આદિનો [अपि] પણ [संप्रतर्क्य] વિચાર કરીને [परिवर्ज्य] છોડીને [अमलैः] નિર્મળ [सम्यक्त्वव्रतशीलैः] સમ્યકત્વ, વ્રત અને શીલ દ્વારા [अचिरात्] થોડા જ કાળમાં [पुरुषार्थसिद्धिम्] પુરુષના પ્રયોજનની સિદ્ધિ [एति] પામે છે.
ટીકાઃ– ‘इति एतान् अतिचारान् अपि अपरान् सम्प्रतर्क्य च परिवर्ज्य अमलैः सम्यक्त्वव्रतशीलैः अचिरात् पुरुषार्थसिद्धिम् एति।’ અર્થઃ–આ રીતે આ અતિચાર અને બીજા પણ જે દોષ છે તેને સારી રીતે વિચારીને છોડે છે અને નિર્દોષ સમ્યગ્દર્શન, પ અણુવ્રત, ૪ શિક્ષાવ્રત, ૩ ગુણવ્રત–એ બધા વ્રતોના પાલન દ્વારા જીવ શીઘ્ર જ મોક્ષને પ્રાપ્ત કરી શકે છે.
ભાવાર્થઃ– પુરુષ નામ આત્માનું છે અને અર્થ નામ મોક્ષનું છે. આ રીતે (સ્વાશ્રિત નિશ્ચયશુદ્ધિ સહિત) વ્રતોના પાલનથી સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થાય છે અને સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થવાથી શીઘ્ર જ મોક્ષ પ્રાપ્ત થઈ જાય છે. ૧તપ વિના સમ્યક્ચારિત્રની પ્રાપ્તિ થતી નથી.૧૯૬. _________________________________________________________________ ૧. સમ્યક્તપનો અર્થ શુદ્ધોપયોગરૂપ મુનિધર્મ અથવા નિજપરમાત્માના આશ્રયે નિશ્ચયસમ્યગ્દર્શન–
આનંદના અનુભવથી અખંડિત પ્રતાપવંત રહેવું; નિસ્તરંગ ચૈતન્યરૂપે શોભિત થવું તે તપ છે. આવું
નિશ્ચયતપ ભૂમિકાનુસાર સાધકને હોય છે. ત્યાં બાહ્યમાં ૧૨ પ્રકારના તપમાંથી યથાયોગ્ય નિમિત્ત
હોય છે, તેનું જ્ઞાન કરાવવા માટે તેને વ્યવહારતપ કહેવાય છે. (વિશેષપણે સમજવા માટે જુઓ
મોક્ષમાર્ગ પ્રકાશક અ૦ ૭, નિર્જરાતત્ત્વની શ્રદ્ધાની અયથાર્થતા).